દિવાળીની રાતે કરો માતા લક્ષ્મીજીના આ મંત્રનો જાપ, ચાર હાથે મા લક્ષ્મીજી વરસાવશે ધન…

દેશભરમાં આજે દિવાળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. દર વર્ષે કારતક મહિનાની કૃષ્ણ પક્ષની અમાસના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. દિવાળીનો સંબંધ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ સાથે છે અને એવું કહેવાય છે કે 14 વર્ષના વનવાસ બાદ આજના દિવસે ભગવાન રામ અયોધ્યા પાછા ફર્યા હતા. ભગવાન રામના આગમનની ખુશીમાં અયોધ્યાવાસીઓએ ઘરે ઘરે દીવા પ્રગટાવીને ખુશી મનાવી હતી.
એવી માન્યતા છે કે દિવાળીની રાતે માતા લક્ષ્મી, ગણેશજી અને કુબેર દેવની પૂજા કરવામાં આવી છે. એવું કહેવાય છે કે શુભ મુહૂર્તમાં કરવામાં આવેલી પૂજાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ આવે છે. પરંતુ દિવાળીની રાતે માતા લક્ષ્મીજીના કેટલાક મંત્રોનું ઉચ્ચારણ કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. આ મંત્રોચ્ચારથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. ચાલો જોઈએ કયા છે આ મંત્ર અને એનો અર્થ શું થાય છે એ…
માતા લક્ષ્મીજીના આ મંત્રનો જાપ કરો
⦁ ઓમ શ્રીં હ્રીં ક્લીં શ્રી સિદ્ધ લક્ષ્મ્યૈ નમઃ
અર્થઃ આ મંત્રનો અર્થ એવો થાય છે કે માતા લક્ષ્મીજીની કૃપાથી અમારા ઘરમાં ધન, સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિનું આગમન થાય.
મહાલક્ષ્મી ધ્યાન મંત્ર
⦁ ઓમ નમસ્તેસ્તુ મહામાયે, શ્રીપીઠે સુરપૂજિતે, શંખચક્રગદાહસ્તે, મહાલક્ષ્મી નમોસ્તુતે…
અર્થઃ આ મંત્રનો અર્થ એવો થાય છે કે મહાલક્ષ્મી તમે મહામાયા છો, દેવતા તમારી પૂજા કરે છે. તમારા હાથમાં શંખ, ચક્ર અને ગદા છે, તમને કોટી કોટી પ્રણામ…
લક્ષ્મી ગાયત્રી મંત્ર
⦁ ઓમ મહાલક્ષ્મ્યૈ ચ વિદ્મહે, વિષ્ણુપત્ની ચ ધીમહિ, તન્નો લક્ષ્મીઃ પ્રચોયદયાત્
અર્થઃ આ મંત્રનો અર્થ થાય છે આપણે બધા મળીને મહાલક્ષ્મીજીનું ધ્યાન કરીએ, જે ભગવાન વિષ્ણુજીની અર્ધાંગિની છે. મા તમે અમને બધાને જ્ઞાન, ધ્યાન અને સૌભાગ્ય આપો.
ધનપ્રાપ્તિ માટે લક્ષ્મી મંત્રઃ
⦁ ઓમ હ્રીં શ્રીં લક્ષ્મ્યૈ નમઃ
અર્થઃ માતા લક્ષ્મીજીનો આ સૌથી નાનો પણ શક્તિશાળી મંત્ર છે અને એનો અર્થ એવો થાય ચે કે મા લક્ષ્મી અમારા પર તમારી કૃપા બનાવી રાખજો.
કુબેર લક્ષ્મી મંત્રઃ
⦁ ઓમ શ્રીં હ્રીં ક્લીં શ્રી સિદ્ધ લક્ષ્મ્યૈ કુબેરાય નમઃ
આ મંત્રનો અર્થ થાય છે મા સિદ્ધ લક્ષ્મી અને ધનના દેવતા કુબેર હું તમને નમન કરું છું, તમારી કૃપા અમારા પર બનાવી રાખજો.