દિવાળી 2025 ક્યારે છેઃ ધનતેરસથી ભાઈબીજ સુધીના પર્વની તારીખો, લક્ષ્મી પૂજનનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિની માહિતી…

દિવાળી એ હિંદુઓ માટે સૌથી મોટો અને મહત્ત્વનો તહેવાર છે. પાંચ દિવસ સુધી ચાલતા આ પ્રકાશના પર્વની શરૂઆત કારતક મહિનાના કૃષ્ણ પક્ષની તેરસથી થાય છે અને કારતક મહિનાના શુક્લ પક્ષના બીજ પર તેનું સમાપન થાય છે. આ પાંચ દિવસના પર્વની શરૂઆત ધનતેરસથી એટલે કે આજથી 18મી ઓક્ટોબરથી થઈ રહી છે. ત્યારે ચાલો જાણીએ આ વખતે ક્યારે છે દિવાળી અને પૂજા માટે ક્યારનું છે મુહૂર્ત અને ક્યારે થશે લક્ષ્મીજી અને ગણેશજીનું પૂજન-
દિવાળી ક્યારે છે?

પાંચ દિવસના આ દિપોત્સવ દરમિયાન લક્ષ્મી પૂજનનું એક આગવું મહત્ત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. આ વખતે 20મી ઓક્ટોબર, 2025ના દિવાળી ઉજવવામાં આવશે. જોકે, દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળીની તારીખને લઈને લોકોમાં કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે કે દિવાળી 20મી ઓક્ટોબર કે 21મી ઓક્ટોબરના સેલિબ્રેટ કરવામાં આવશે?
પંચાગ અનુસાર દિવાળીનો તહેવાર કારતક મહિનાની અમાસના ઉજાવવામાં આવશે અને આ વખતે કારતક મહિનાની અમાસ 20મી ઓક્ટોબરના બપોરે 03.44 વાગ્યાથી 21મી ઓક્ટોબર, 2026ના 05.54 કલાક સુધી રહેશે. દિવાળીના દિવસે સૂર્યાસ્ત બાદ જ લક્ષ્મી પૂજન કરવામાં આવશે. આવી સ્થિતિમાં આ વખતે દિવાળી 20મી ઓક્ટોબરના ઉજવવામાં આવશે, એટલે લક્ષ્મી પૂજન પણ એ જ દિવસે કરવામાં આવશે.
લક્ષ્મી પૂજન માટેના મુહૂર્ત

લક્ષ્મી પૂજા માટે 20મી ઓક્ટોબરના સાંજે 07.08 કલાકથી રાતે 08.18 વાગ્યા સુધીનો સમય બેસ્ટ રહેશે. જ્યારે આ દિવસે પ્રદોષ કાળ સાંજે 05.46 કલાકથી રાતે 08.18 કલાક સુધી રહેશે. આ મુહૂર્તમાં લક્ષ્મી પૂજન કરી શકાશે. અનેક લોકો આ દિવસે લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિની સ્થાપના પણ કરે છે.
ધનતેરસઃ

શનિવારે 18મી ઓક્ટોબરના રોજ ધનતેરસ હશે અને આ દિવસથી જ દિવાળીનો પ્રારંભ થાય છે. આ દિવસે મુખ્ત્વે સોના-ચાંદીની કે પ્રોપર્ટી વગેરે ખરીદવામાં આવે છે. આ સિવાય આ દિવસે બોપરે 12.18 કલાકથી 19મી ઓક્ટોબરના બપોરે 01.51 કલાક સુધી લક્ષ્મીજી તેમ જ કુબેર દેવની પૂજા કરવાનું મહાત્મ્ય જણાવવામાં આવ્યું છે.
કાળી ચૌદશઃ

સોમવારે 20મી ઓક્ટોબરના રોજ કાળી ચૌદશ હશે. આ દિવસને લોકો રૂપ ચૌદશ કે પછી છોટી દિવાળી તરીકે પણ ઓળખે છે. આ દિવસે તલ અને તેલનું ઉબટન લગાવીને સ્નાન કરવાની પરંપરા છે.
લક્ષ્મી પૂજનઃ

સોમવારે 20મી ઓક્ટોબરના દિવાળી ઉજવવામાં આવશે. આ દિવસે સાંજે દીપક પ્રગટાવીને ઘર-આંગણામાં લાઈટિંગ લગાવવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે.
ગોવર્ધન પૂજાઃ

કારતક મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ બુધવારે 22મી ઓક્ટોબર, 2025ના ગોર્વધન પૂજાનો તહેવાર ઉજાવવામાં આવશે. આ દિવસને અન્નકૂટના નામથી પણ ઓળખવામાં આવે છે.
ભાઈબીજઃ

24મી ઓક્ટોબરના દિવસે ભાઈ-બીજનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસ ભાઈ-બહેનના અટૂટ પ્રેમ અને પવિત્ર સંબંધોને સમર્પિત છે. આ દિવસે ભાઈની રક્ષા બહેન બહેન ભાઈને તિલક કરે છે અને તેની પ્રગતિની કામના પણ કરે છે.