પાળેલા શ્વાન અને બિલાડી બન્યા પતિ-પત્નીના ડિવોર્સનું કારણ, જાણી લો આખી ઈનસાઈડ સ્ટોરી…
સ્પેશિયલ ફિચર્સ

પાળેલા શ્વાન અને બિલાડી બન્યા પતિ-પત્નીના ડિવોર્સનું કારણ, જાણી લો આખી ઈનસાઈડ સ્ટોરી…

સામાન્યપણે મેરિડ કપલ જ્યારે ડિવોર્સ લે છે ત્યારે એના માટે ડોમેસ્ટિક વાયોલન્સ, દહેજ, વૈચારિક મતભેદ, પારિવારિક સમસ્યાઓ જેવા અનેક કારણો જવાબદાર હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવા ડિવોર્સ વિશે સાંભળ્યું છે ખરું કે જ્યાં પતિ-પત્ની વચ્ચે પાળેલી બિલાડી અને પાળેલા શ્વાનને કારણે ડિવોર્સ લેવાની નોબત આવી ગઈ હોય? ચાલો આજે તમને આ અનોખા ડિવોર્સ વિશે જણાવીએ-

મળતી માહિતી મુજબ ગયા ડિસેમ્બર મહિનામાં આ કપલના લગ્ન થયા હતા જેમાં વરરાજા ભોપાલના નિવાસી છે અને વધુ ઉત્તર પ્રદેશના નિવાસી છે. બંને પતિ-પત્નીને પ્રાણીઓ માટે ખાસ લગાવ છે અને તેમની આ જ ખાસ વાતને કારણે તેમનો સંબંધ આગળ વધ્યો. પરંતુ લગ્નના થોડાક સમય બાદ જ આ જ કારણે તેમની વચ્ચેનું અંતર વધવા લાગ્યું.

પત્નીએ આક્ષેપ મૂક્યો છે કે પતિના પાળેલા શ્વાન સતત તેની બિલાડીને હેરાન કરી રહ્યા છે અને તેના પર અટેક કરી ચૂક્યા છે. જ્યારે પતિનું કહેવું છે કે લગ્ન પહેલાં જ એ વાર સ્પષ્ટ થઈ ગયું હતું કે તે પોતાની સાથે પોતાના પાળેલા પ્રાણીઓ નહીં લાવી શકે. તેમ છતાં તે પોતાની સાથે પોતાની પાળેલી બિલાડી લઈને આવી. જે હંમેશા ઘરમાં રહેલી માછલીઓની આસપાસમાં ફરતી રહી છે. જેને કારણે સમસ્યાઓ વધી રહી છે.

બંને હાલમાં પતિ-પત્ની હાલમાં ડિવોર્સ માટે લીગલ એડવાઈઝ લઈ રહ્યા છે અને માતા-પિતાના તેમના સંબંધને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફેમિલી કાઉન્સેલિંગ પણ ચાલી રહી છે, પણ બંને પતિ-પત્ની પોતાના પાળેલા પ્રાણીઓ માટે ખૂબ જ ભાવુક છે અને સમાધાન કરવા માટે તૈયાર નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભોપાલમાં આ પહેલાં પણ પાળેલા શ્વાનને લઈને ડિવોર્સ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ફિલ્મ એક્ટર અરુણોદય સિંહના ડિવોર્સ માટે પણ પાળેલા શ્વાન હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સિવાય એક બીજા કિસ્સામાં પતિએ પત્નીના પાળેલા પોપટને કારણે અસહમતિ દર્શાવી હતી અને ડિવોર્સ થયું હતું.

આ પણ વાંચો…લેસન કર્યા વગર ટ્યુશન ગયેલી બાળકીએ એવો જવાબ આપ્યો કે શિક્ષક ચોંકી ગયા, જુઓ વાયરલ વીડિયો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button