સ્પેશિયલ ફિચર્સ

લિપસ્ટિકને કારણે પતિ-પત્નીમાં વિવાદ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં એક વિચિત્ર અને માનવામાં ન આવે એવી ઘટના સામે આવી છે અને એક લિપસ્ટિકને કારણે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. એટલું નહીં પણ લિપસ્ટિકને કારણે જ બંનેનું દાંપત્યજીવન જોખમમાં મૂકાઈ ગયું છે અને વાત છેક કાઉન્સેલર સુધી પહોંચી ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ આ પ્રકરણ ખૂબ જ ગાજી રહ્યું છે.

આપણે ઘણી વખત જોયું અને સાંભળ્યું હશે કે પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ થચો હોય છે, પણ વિવાદનું કારણ શું હોય છે એ ઘણી વખત સ્પષ્ટ થતું નથી. અમે જે પ્રકરણની વાત કરી રહ્યા છીએ એ પ્રકરણમાં પણ આવું જ કંઈ બન્યું છે. એક લિપસ્ટિકને કારણે પતિ-પત્નીમાં વિવાદ થયો અને હતો આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

મળી રહેલી માહિતી પ્રમાણે આગ્રાના શહીદનગર ખાતે રહેતા કપલની આ વાત છે. પતિ એક ચંપલના કારખાનામાં કામ કરે છે. ત્રણ મહિના પહેલાં જ તેના લગ્ન થયા હતા. તેનું લગ્નજીવન ખૂબ જ આનંદી હતું. દરમિયાન કંઈક એવું થયું કે બંને વચ્ચે વિવાદ થયો અને આ વિવાદ એટલો બધો વધી ગયો કે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. કાઉન્સેલરે પણ બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમ છતાં આ મામલો હજી થાળે પડ્યો નથી.

પતિએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે એક દિવસ હું દરરોજની જેમ જ કારખાના પરથી પાછો આવી રહ્યો હતો. રાતે ઊંઘતી વખતે પત્નીએ તેની સામે હોઠ પર લિપસ્ટિક લગાવી હતી. પણ સવારે ઉઠી ત્યારે તેના હોઠ પરથી લિપસ્ટિક ભૂંસાઈ ગઈ હતી. પતિએ આ જોતાં જ પત્ની સાથે મારપીટ કરી હતી અને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.
પત્નીએ આ બાબતે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે સવારે તેણે બ્રશ કર્યું, મોઢું ધોયું અને નાસ્તો કર્યો હતો. જેને કારણે તેના હોઠ પરની લિપસ્ટિક ભૂંસાઈ ગઈ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button