હેં, સોનું માત્ર પીળું જ નહીં, સોનું કાળું, બ્લુ અને લીલું પણ હોય છે!

જ્યારે પણ આપણે સોનાની વાત કરીએ તો આપણી આંખો સામે ચમચમાતી પીળી ધાતુ સામે આવે છે. આવી સ્થિતિમાં જો તમને કોઈ કહે કે સોનું લીલુ, ગુલાબી, સફેદ, કાળું અને બ્લ્યુ પણ હોય તો માનવામાં આવે ખરું? તમને થશે ને કે ભાઈસાબ આખરે આવું કઈ રીતે શક્ય છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…
તમને જાણીને નવાઈ લાગશે, પણ આ હકીકત છે. સોનાની અલબત્ત સોનાના આ શેડ્સ શુદ્ધ હોવાની સાથે સાથે સોનાના પ્રાકૃતિક શેડ્સ નથી, પણ બીજી ધાતુઓ સાથે મિકસ કરીને સોનાના અલગ અલગ શેડ઼સમાં તૈયાર કરવામાં આવે છે. આજે આપણે એ વિશે જ આ સ્ટોરીમાં વાત કરવાના છીએ.
પીળું સોનું દેખાવમાં કુદરતી સોનાના સૌથી નજીક આ શુદ્ધ સોનાને ચાંદી અને તાંબા સાથે મળીને બનાવવામાં આવે છે, જેથી સોનાનો પીળો રંગ અને ચળકાટ જળવાઈ રહે છે. આ રીતે પીળું સોનું તૈયાર થાય છે. વાત કરીએ ગુલાબી સોનું કે જેને આપણે રોઝ ગોલ્ડ તરીકે ઓળખીએ છીએ એની તો તેને તાંબા સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે. રોઝ ગોલ્ડમાં તાંબું આ સોનાને પીળુ કે સફે સોનાથી વધારે મજબૂત અને ટકાઉ બનાવી છે.

વ્હાઈટ ગોલ્ડની વાત કરીએ તો વ્હાઈટ ગોલ્ડને નિકલ, પેલેડિયમ અને પ્લેટિનમ જેવી સફેદ ધાતુ સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે અને એની ચમક વધારવા માટે સામાન્યપણે તેના પર રેડિયમની કોટિંગ કરવામાં આવે છે. આ રીતે તૈયાર કરવામાં આવેલા ગોલ્ડને વ્હાઈટ ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે.
બ્લેક ગોલ્ડ એ કુદરતી રીતે કાળુ નથી હોતું. આઈ નો હવે તમને સવાલ થશે કે બ્લેક ગોલ્ડનો રંગ બ્લેક નથી હોતો તો પછી એનો રંગ કાળો કઈ રીતે હોય છે? ચાલો તમને જણાવીએ. બ્લેક ગોલ્ડને તેનો રંગ ઈલેક્ટ્રોપ્લેટિંગ, ઓક્સિડેશન, કેમિકલ પેટિનેશન જેવી ટ્રીટમેન્ટથી આપવામાં આવે છે. બ્લેક ગોલ્ડનો ઉપયોગ સામાન્યપણે ડિઝાઈર જ્વેલરી કે લક્ઝરી વોચ વગેરે બનાવવા માટે કરવામાં આવે છે.
લીલુ સોનું કઈ રીતે બનાવાવમાં આવે છે એની વાત કરીએ તો સોનાની તો સોના અને ચાંદીને ક્યારેક ક્યારેક ઝિંક સાથે મળીને બનાવવામાં આવે છે, જેને કારણે તેને હળવો લીલો કે પીળો રંગ જોવા મળે છે. લીલા સોનાનો ઉપયોગ જૂના જમાનામાં જ્વેલરી બનાવવા માટે કરવામાં આવતો હતો.
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એટલે બ્લ્યુ રંગના ગોલ્ડની વાત કરીએ તો આ પ્રકારનું સોનું લોખંડ કે પછી ગેલિયમ જેવી ધાતુ સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે. જેને કારણે ધાતુને બ્લ્યુ રંગ તો મળે છે પણ ધાતુ નાજુક બની જાય છે.
ચોંકી ઉઠ્યાને આ આટલા અલગ અલગ પ્રકારના સોના વિશે જાણીને? તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ આ માહિતી શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આ પણ વાંચો…હવે બેંક લોકર પણ સલામત નથી, રાજકોટમાં રૂ. એક કરોડનું સોનું ગાયબ થતાં ખળભળાટ



