
આપણે જ્યારે પણ બજારમાંથી કોઈ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે એ વસ્તુના પેકેટ પર લખેલી પેકેજિંગ ડિટેઈલ્સ પર ધ્યાન આપી છીએ. આ પેકેટ પર વસ્તુનું વજન, તેની કિંમત, તેમાં શું શું સામગ્રી છે એ બધાનો ઉલ્લેખ જોવા મળે છે. આ સાથે જ આ ડિટેઈલ્સમાં પ્રોડક્ટની એક્સપાયરી ડેટ અને બેસ્ટ બિફોરની માહિતી પણ આપવામાં આવી હોય છે. ઘણા લોકોને લાગે છે કે આ બંને વસ્તુ એક જ છે, પરંતુ હકીકતમાં આવું નથી હોતું. ચાલો આજે તમને બંને વચ્ચેનો તફાવત જણાવીએ-
મોટાભાગના લોકોને એવું લાગે છે કે એક્સપાયટી ડેટ અને બેસ્ટ બિફોરને એક જ વસ્તુ માને છે, પરંતુ હકીકત એ છે આ બંને વસ્તુઓ તદ્દન અલગ હોય છે. જેમાંથી એક તારીખ જે તે વસ્તુના સ્વાદની, ક્વોલિટી ક્યાં સુધી સારી રહેશે એ જણાવે છે. જ્યારે બીજી તારીખ જે તે વસ્તુનું સેવન કરવું કે ઉપયોગ કરવો એ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે એ જણાવે છે. જો તમે પણ આ બંને તારીખોનો અર્થ સમજ્યા વિના તેનો ઉપયોગ કરો છો તો તમારી બેદરકારી તમને બીમાર કરી શકે છે.
એક્સપાયરી ડેટની વાત કરીએ તો આ એ તારીખ હોય છે જ્યાર બાદ એ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું જોખમી માનવામાં આવે છે, ત્યાર બાદ તેનું સેવન કરવું સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. એમાં પણ ખાસ કરીને દવાઓ અને ડેરી પ્રોડક્ટ માટે આ ડેટ સામા્ય હોય છે. જેમ બ્રેડમાં ફૂગ આવવી, દૂધમાં ખટાશનો સ્વાદ આવવો એ વાતનો સંકેત છે કે એ વસ્તુ બગડી ગઈ છે. એક્સપાયર્ડ થઈ ગયેલી વસ્તુનો ઉપયોગ કરવાથી ફૂડ પોઈઝનિંગ વગેરે થઈ શકે છે.
વાત કરીએ બેસ્ટ બિફોર ડેટ્સની તો જો તમે પણ તમે બિફોર ડેટ્સ બાદ વસ્તુઓનો ફેંકી દેતા હોવ છો તો એવું કરવું જરૂરી નથી. જો પેકેટની અંદરની વસ્તુનો સ્વાદ બદલાયો નથી અને તે સારી છે તો તેનો ઉપયોગ કરી શકાય એમ છે. પણ હા જો, પેકેટની અંદરની વસ્તુ ખરાબ થઈ ગઈ છે કે પેકેટ ફૂલી ગયું છે તો એ પ્રોડક્ટ ફેંકી દેવું હિતાવહ છે.
છે ને એકદમ કામની માહિતી? તમને ખબર હતી આ બંને ડેટ્સ વચ્ચેનું અંતર? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના સામાન્યજ્ઞાનમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આ પણ વાંચો…કડવા લીમડાના અઢળક ગુણ: ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને પેટની સમસ્યાઓનો ઘરગથ્થુ ઉપચાર