ધનતેરસના દિવસે રચાઈ રહ્યો છે આ ખાસ યોગ, ત્રણ રાશિને થશે પારાવાર ધનલાભ…

કારતક મહિનાના કૃષ્ણ પક્ષની તેરસે ધનતેરસની ઊજવણી કરવામાં આવે છે અને આ દિવસે ધનદાત્રી માતા લક્ષ્મી અને આરોગ્યની દેવી ધન્વંતરીની ખાસ આરાધના કરવામાં આવે છે. આ વર્ષે 12મી નવેમ્બરના દિવસે દિવાળીનું લક્ષ્મીપૂજ છે અને એના બે દિવસ પહેલાં જ એટલે કે 10મી નવેમ્બરના ધનતેરસ આવી રહી છે અને આ દિવસ તેના મહત્ત્વ પ્રમાણે એમ પણ ખાસ અને શુભ માનવામાં આવે છે.
આ વર્ષે સોને પે સુહાગાના ન્યાયે આ દિવસે ગ્રહોની પણ મોટી હિલચાલ થઈ રહી છે. જ્યોતિષશાસ્ત્રીઓ અનુસાર આ વર્ષે ધનતેરસ પર ચંદ્ર કન્યા રાશિમાં ગોચર કરશે. કન્યા રાશિમાં પહેલાંથી જ ધન, વૈભવના કારક એવા શુક્ર પહેલાં બિરાજમાન છે. શુક્ર અને ચંદ્રની યુતિ થવાને કારણે કલાત્મક રાજયોગ બની રહ્યો છે. આ દિવસ હસ્ત નક્ષત્રમાં હોવાને કારણે આ શુભ રાજયોગને કારણે ધનતેરસનું મહત્ત્વ હજી વધી ગયું છે.
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 27 નક્ષત્રમાંથી હસ્ત એ 13મુ નક્ષત્ર છે અને એનો સ્વામી ચંદ્ર છે. વેપારીઓ માટે આ એકદમ ખૂબ જ શુભ મુહૂર્ત હોઈ કેટલીક રાશિઓને આ સમયગાળા દરમિયાન ખૂબ જ લાભ થઈ રહ્યો છે. માતા લક્ષ્મીના આ રાશિના જાતકો પર ચાર હાથ રહેશે, જેને કારણે આર્થિક સ્થિતી મજબૂત રહી છે, આવો જોઈએ કઈ છે આ રાશિઓ-

આ રાશિના ભાગ્યસ્થાનમાં કલાત્મક રાજયોગ અસરકારક સાબિત થશે. આ રાસિમાં હાલમાં રાહુ સાથે સાથે જ નેપ્ચ્યુન પણ હાજર રહેશે. એકંદરે વાત કરીએ તો આ યોગ નવમસ્થાનમાં ખૂબ જ શુકનિયાળ સાબિત થવાનો છે. પ્રોપર્ટી સંબંધિત કામો પૂર્ણ થશે. આરોગ્યમાં સુધારો જોવા મળશે. વેપારી વર્ગના લોકો વેપારને સંભાળવા-વધારવા માટે વધુ સક્ષમ બનશે. ઉત્સાહમાં વૃદ્ધિ થશે. જો કોઈ કામમાં વિરોધ કે અવરોધ આવી રહ્યા હતા તો તે પણ દૂર થઈ રહ્યા છે.

આ રાશિના લોકો પોતાના માટે સમય ફાળવશે. કળા-કૌશલ્યમાં રૂચિ વધશે. નોકરી-વેપારમાં કોઈપણ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. વેપારમાં નફો થઈ રહ્યો છે. પૈસા રોકવા પર ભાર મૂકશો. આર્થિક સ્થિતી મજબૂત થવાની સાથે સાથે જ વૈવાહિક જીવનમાં પણ આનંદની અનુભૂતિ થશે. જીવનસાથીનું સમર્થન મળશે.

ધનતેરસના દિવસે બની રહેલાં કલાત્મક રાજયોગની મકર રાશિના જાતકો પર શુભ અસર જોવા મળી રહી છે. શનિ અને ગુરુનું ઉત્તમ પીઠબળ મળતા મોટા મોટા કામો સરળતાથી પાર પડી રહ્યા છે. નોકરી વેપારની નવી જવાબદારીઓને સંપૂર્ણ ન્યાય આપશો. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો છે. ઉચ્ચ શિક્ષણ માટે પરદેશ જવાની તક સામે ચાલીને આવશે, જે છોડશો નહીં. નોકરી કે વેપારમાં તમારી ગણતરીઓ સારી પુરવાર થઈ રહી છે.