ત્રિપુષ્કર મંગળ યોગ સાથે ધનતેરસની શરૂઆત; જાણો ખરીદી માટેના શુભ મુર્હુત
આજે ધનતેરસ સાથે દિવાળીના પર્વની શરૂઆત થઈ ગઈ છે. આજે 29 ઓક્ટોબર 2024, મંગળવારના રોજ ધનતેરસ છે. આ વખતે પાંચ દિવસને બદલે આ મહાપર્વ છ દિવસ સુધી ચાલશે. આ વખતે ધનતેરસ પર ત્રિપુષ્કર યોગનો સંયોગ છે, જે ધન, સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે. મૂડી રોકાણ અને ખરીદી માટે આ ખાસ કરીને શુભ છે.
આ સંયોગ પણ બે દિવસથી બની રહ્યો છે. ત્રિપુષ્કર યોગ 29 ઓક્ટોબરના રોજ સવારે 06.32 વાગ્યાથી શરૂ થશે અને 30 ઓક્ટોબરના રોજ સવારે 10.30 વાગ્યા સુધી ચાલશે.જ્યોતિષશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબરે સવારે 10.31 વાગ્યાથી શરૂ થશે અને તેની સાથે જ ધનતેરસની ખરીદીનો શુભ સમય શરૂ થઈ જશે.
લાભ ચોઘડિયાનો શુભ સમય સવારે 10:40 થી બપોરે 12 વાગ્યા સુધીનો રહેશે. અમૃત ચોઘડિયાનું શુભ મુહૂર્ત બપોરે 12 થી 130 વચ્ચે રહેશે. બપોરના 2 થી 3 વાગ્યાની વચ્ચેનો નિશ્ચિત ચડતો, સાંજે 7:12 થી 8:49 વાગ્યા સુધીનો લાભ ચોઘડિયા પણ ખરીદી માટે શ્રેષ્ઠ રહેશે.અમુક ખાસ અને વિશિષ્ટ મુર્હુત:ઘર/મકાન/ફ્લેટ બુકિંગ/રોકાણ માટે શુભ મુર્હુત:શુભ મુર્હુત- બપોરે 2 થી 3 વાગ્યાની વચ્ચેવાહન ખરીદી માટે શુભ મુર્હુત-શુભ મુર્હુત: બપોરે 12 થી 1:30સોનું, ચાંદી/દાગીનાઓ ખરીદવા માટેનો શુભ મુર્હુત-શુભ મુર્હુત સવારે 10:40 થી 12 અને સાંજે 7:12 થી 8:49 છે.ખરીદી માટે બે દિવસ:આસો કૃષ્ણ પક્ષ ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબર, સવારે 10.32 થી શરૂ થાય છે, આસો કૃષ્ણ પક્ષ ત્રયોદશી તિથિ 30 ઓક્ટોબર, બપોરે 1.16 વાગ્યે સમાપ્ત થાય છેત્રિપુષ્કર યોગ શું છે?ત્રિપુષ્કર યોગ મહાલક્ષ્મીનો છે. ત્રિપુષ્કર યોગમાં ખરીદી કરવાથી ત્રણ ગણો ફાયદો મળે છે.
વળી મંગળવારના રોજ ત્રિપુષ્કર યોગ આવવાથી સંપત્તિ, જમીન ખરીદી, રોકાણ વગેરે માટે ખૂબ જ અતિશુભ માનવામાં આવે છે. તેથી, તમે વ્યાપક ખરીદી કરી શકો છો.