સ્પેશિયલ ફિચર્સ

ધનતેરસ પર હીરા અને ઝવેરાત નહીં… ખરીદો આ સસ્તી વસ્તુ

માતા લક્ષ્મી તમારા ઘર અને આંગણાને સંપત્તિથી ભરી દેશે!

દિવાળીની શરૂઆત ધનતેરસથી થાય છે. હિન્દુ ધર્મમાં ધનતેરસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરે ઉજવવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે ધનતેરસને ખરીદી માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કંઈક અમુલ્ય ચીજ ખરીદવાનો રિવાજ છે. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. બીજી તરફ ધનતેરસના દિવસે માત્ર પાંચ રૂપિયાની કિંમતની વસ્તુ ખરીદવાથી તમારી આર્થિક તંગી દૂર થઈ શકે છે. શું છે આ વસ્તુ, ચાલો જાણીએ…..

ધનતેરસને ખરીદી માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે મોટાભાગની ખરીદી બજારોમાં થાય છે. લોકો કાર, સોનું, ચાંદી, સાવરણી ખરીદે છે. તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે. જોકે, બીજી પણ એવી વસ્તુ છે જે ખૂબ જ સસ્તા દરે બજારોમાં ઉપલબ્ધ હોય છે અને તે તમારા ઘરના આર્થિક સંકટને હંમેશ માટે દૂર કરી શકે છે. આ ચીજ છે કોથમીરના બીજ. પાંચ રૂપિયાના કોથમીરના બીજ એટલે કે આખા ધાણા ખરીદીને દેવી લક્ષ્મીને અર્પણ કરવાથી ઘરની આર્થિક તંગી દૂર થઈ જાય છે.


ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. પ્રદોષ સમયગાળા દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરવાનો સમય ઉત્તમ હોય છે. આ વર્ષે ધનતેરસના દિવસે, લક્ષ્મીની પૂજા માટેનો શુભ સમય સાંજે 05.29 કલાકથી સાંજે 08.07 કલાક સુધીનો રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?