Dhanteras 2025: આજે રાશિ પ્રમાણે શું ખરીદવું શુભ? મેષ માટે સોનું, વૃષભ માટે ગેજેટ, જાણો તમારે શું ખરીદવું જોઈએ? | મુંબઈ સમાચાર
રાશિફળસ્પેશિયલ ફિચર્સ

Dhanteras 2025: આજે રાશિ પ્રમાણે શું ખરીદવું શુભ? મેષ માટે સોનું, વૃષભ માટે ગેજેટ, જાણો તમારે શું ખરીદવું જોઈએ?

આજથી પ્રકાશના પર્વ એટલે કે દિપોત્સવનો પ્રારંભ થયો અને ભાઈબીજ પર પર્વનું સમાપન થશે. કારતક મહિનાની અમાસના દિવસે એટલે કે 20મી ઓક્ટોબરના દિવાળી ઉજવવામાં આવશે, પરંતુ એ પહેલાં ધનતેરસ અને કાળી ચૌદશનો તહેવાર આવે છે. આ વખતે ધનતેરસ 18મી ઓક્ટોબર એટલે કે આજે પડી રહી છે. આજના દિવસે મુખ્યત્વે સોના-ચાંદી કે પ્રોપર્ટી વગેરે ખરીદવામાં આવે છે અને લક્ષ્મીજી તેમ જ કુબેર દેવની પૂજા કરવાનું મહાત્મ્ય જણાવવામાં આવ્યું છે.

હિંદુ પંચાગ અનુસાર ધનતેરસનો દિવસ સ્વયં સિદ્ધ મુહૂર્તમાંથી એક છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સોનુ-ચાંદી કે પ્રોપર્ટી, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ખરીદવાનું એક આગવું મહત્ત્વ છે. ચાલો જાણીએ આજે ધનતેરસ પર તમારી રાશિ પ્રમાણે કઈ વસ્તુની ખરીદી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ લઈને આવશે.

આજે 18મી ઓક્ટોબરના ધનતેરસ પર રાશિ પ્રમાણે ખરીદો વસ્તુઓ

રાશિધનતેરસ પર શું ખરીદવું શુભ રહેશે
મેષસોનાની દાગીનાની ખરીદી કરવી ખૂબ જ શુભ રહેશે.
વૃષભઈલેક્ટ્રોનિક ગેજેટ ખરીદવું યોગ્ય રહેશે.
મિથુનચાંદીના સિક્કા ખરીદવાથી શુભ ફળ મળશે.
કર્કશ્રીયંત્રની ખરીદી ખૂબ જ લાભદાયી સાબિત થશે.
સિંહસોનાં અથવા તાંબાની વસ્તુ ખરીદવી શુભ રહેશે.
કન્યાચાંદી કે તાંબાના વાસણો ખરીદવાથી શુભ ફળ મળશે.
તુલાચાંદીના દાગીના ખરીદવાથી ભાગ્ય તેજ થશે.
વૃશ્ચિકવાહન અથવા સોનાની ખરીદી શુભ રહેશે.
ધનપિતળના વાસણો અથવા સોનાના સિક્કા ખરીદવા અનુકૂળ રહેશે.
મકરઝાડુ અથવા વાસણો ખરીદવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
કુંભશ્રીયંત્ર અથવા કુબેર યંત્ર ખરીદવાથી કુબેરદેવની કૃપા મળશે.
મીનમાતા લક્ષ્મીજી અને શ્રી ગણેશજીની પ્રતિમા ખરીદવી શુભ રહેશે.

આ પણ વાંચો…દિવાળી 2025 ક્યારે છેઃ ધનતેરસથી ભાઈબીજ સુધીના પર્વની તારીખો, લક્ષ્મી પૂજનનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિની માહિતી…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button