સ્પેશિયલ ફિચર્સ

તમારું Gmail Account બીજું કોણ યુઝ કરી રહ્યું છે? આ રીતે જાણી શકશો…

આજકાલના ડિજિટલ વર્લ્ડમાં વોટ્સએપ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને જીમેલ વગેરે ખૂબ જ સામાન્ય બની ગયું છે. મોટાભાગના લોકો એનો ઉપયોગ કરતાં જ હોય છે. પરંતુ જેમ દરેક સિક્કાની બે બાજું હોય છે એ જ રીતે ટેક્નોલોજી તમારા કામને જેટલું સરળ બનાવે છે, તેમ તે કોઈ વાર તમને મુશ્કેલીમાં પણ મૂકી દે છે. આજે અમે અહીં તમને તમારું જીમેલ એકાઉન્ટ કોઈ બીજું તો નથી યુઝ કરી રહ્યું ને એ કઈ રીતે જાણી શકાય એની કેટલીક ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, ચાલો જોઈએ કઈ રીતે જાણી શકાય-

ગૂગલનું જીમેલ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું મેલ બોક્સ છે. ભારત સહિત વિદેશમાં પણ લોકો આનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. ટૂંકમાં કહીએ તો જે લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે તેઓ ચોક્કસ જ જીમેલ યુઝ કરતાં હોય છે. જીમેલની મદદથી તમે તમારા પર્સનલ ફોટોથી લઈને બેંક ઓટીપી વગેરે ખૂબ જ સરળતાથી એક્સ કરી શકાય છે. આવી સ્થિતિમાં જો કોઈ જીમેલનો એક્સેસ પોતાની પાસે લે છે કે તેને હેક કરે છે તો તમારા માટે એ મુશ્કેલીનું કારણ બની શકે છે. આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે એ સરળતાથી જાણી શકો છો કે તમારું જીમેલ કોણ એક્સેસ કરી રહ્યું છે.

  1. સૌથી પહેલાં તમારું જીમેલ ઓપન કરો અને નીચે સ્ક્રોલ કરો અને જમણી બાજુએ જુઓ
  2. અહીં તમને યુઝર્સ ડિટેઈલ્સ પર ક્લિક કરો
  3. તમે જેવું આ ઓપ્શન પર ક્લિક કરશો તો તમને લાસ્ટ એકાઉન્ટ એક્ટિવિટી જોવા મળશે
  4. આ લાસ્ટ એકાઉન્ટ એક્ટિવિટીમાં તમારું જીમેલ એકાઉન્ટ ક્યાંથી અને કેટલાક વાગ્યાથી લોગ ઈન કરવામાં આવ્યું છે એની માહિતી મળશે
  5. આ સિવાય એક બીજો ખાસ ઓપ્શન પણ છે જેની મદદથી પણ જાણી શકો છો તમારા એકાઉન્ટ લોગ ઈન વિશે
  6. આ માટે તમારે તમારા પ્રોફાઈલમાં જઈને મેનેજ યોગ ગૂગલ એકાઉન્ટ પર ક્લિક કરવું પડશે
  7. ત્યાર બાદ સિક્યોરિટીનું ઓપ્શન જોવા મળશે
  8. હવે તમારે યોર ડિવાઈસ એકાઉન્ટમાં જઈને એકાઉન્ટ ક્યાં ક્યાં લોગ ઈન કરવામાં આવ્યું છે એ ચકાસો
  9. તમારી સામે તમારું જીમેલ એકાઉન્ટ ક્યાં ક્યાં લોગ ઈન કરવામાં આવ્યું છે એ જાણી શકશો

આપણ વાંચો : તમે પણ Gmail, Facebookનો પાસવર્ડ ભૂલી જાવ છો?, આ Simple Tricksથી રાખો યાદ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button