શું દેશી ઘી પણ બગડે ખરું? લાંબા સમય સુધી સાચવવા માટે આટલું કરો…
દેશી ઘી એ ભારતીય રસોડાનું અભિન્ન અંગ છે. સ્વાદ અને આરોગ્યથી ભરપૂર દેશી ઘીની વાનગીઓ વિના ભારતીય રસોડા કે પ્રસંગો અધૂરા રહે છે. પૂજા હોય કે કોઈ ઘરેલું ઉપાય, દરેક જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. તે દરેક ઘરમાં ચોક્કસપણે જોવા મળે છે અને ઘણા લોકો તેનો સ્ટોક રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે તેની એક્સપાયરી ડેટ પણ છે? તો ચાલો આજે આ વિશે વાત કરીએ.
આ પણ વાંચો : જાણો.. Diwali ના તહેવારોમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન ?
ઘણીવાર લોકોના મનમાં આ પ્રશ્ન રહે છે કે શું દેશી ઘી પણ ખરાબ થાય છે. તો જવાબ છે હા, અન્ય વસ્તુઓની જેમ દેશી ઘી પણ બગડે છે. જ્યારે તે બગડવા લાગે છે ત્યારે તેની મહેક બદલાવા લાગે છે અને તેના સ્વાદમાં પણ કડવાશ આવવા લાગે છે. તો હવે તમારા મનમાં એ પ્રશ્ન હશે કે ઘીને કેટલા દિવસ સુધી સાચવી શકાય છે. તો તેનો સીધો જવાબ એ છે કે જ્યારે તમે બજારમાંથી ઘીનું બોક્સ ખરીદો છો ત્યારે તેના પર એક્સપાયરી ડેટ અને તેનો ઉપયોગ કરવાની સાચી સમય મર્યાદા લખેલી હોય છે. આવી સ્થિતિમાં, ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.
ઘરે ઘી બનાવો છો તો જાણો આટલુ…
પણ જો તમે ઘરે દેશી ઘી બનાવવાનું પસંદ કરો છો, તો તમે તેને કેવી રીતે સંગ્રહિત કરો છો તેના પર આધાર રહેલો છે કે તે કેટલા સમય સુધી સારું રહેશે. જ્યારે નૉર્મલ રૂમના તાપમાને તે માત્ર 3 મહિનામાં બગડવાનું શરૂ કરે છે, જો તેને યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે તો તે 3 વર્ષ સુધી પણ બગડતું નથી. તો ચાલો જાણીએ દેશી ઘીનો સંગ્રહ કરવાની સાચી રીત કઈ હોવી જોઈએ.
આ પણ વાંચો : પનીર અસલી છે કે ભેળસેળવાળું નકલી આવી રીતે ઓળખો
આ રીતે સાચવજો તો નહિ બગડે ક્યારેય ઘી:
દેશી ઘી ને લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકાય છે, પણ તે માટે તમારે તેને સ્ટોર કરવાની સાચી રીત જાણવાની જરૂર છે. દેશી ઘી હંમેશા એર ટાઇટ કન્ટેનરમાં સીલ કરીને રાખવું જોઈએ. જેના કારણે હવામાં રહેલી ગંદકી તેમાં પ્રવેશી શકતી નથી. આથી તે ઝડપથી બગડતું નથી અને જો શક્ય હોય તો દેશી ઘીને હંમેશા કાચના વાસણમાં રાખવું જોઈએ. જો તેને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે તો તે 2-3 વર્ષ સુધી પણ બગડતું નથી. જો તેમ જો ઘીના સ્વાદમાં થોડો પણ ફેરફાર જોવા મળે તો તેને ફરી એકવાર ગરમ કરો અને ઠંડુ થયા બાદ તેને સ્ટોર કરી લો. આ રીતે તમે દેશી ઘી ને ઘણા વર્ષો સુધી તાજું રાખી શકો