શું મૃત વ્યક્તિના ATM કાર્ડ માંથી પૈસા ઉપાડવા યોગ્ય છે?
સામાન્ય રીતે ઘરમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે પરિવારના સભ્યો મોટાભાગે તે વ્યક્તિ સાથેના સંબંધિત ખાતાઓનું સંચાલન કરવાનું શરૂ કરે છે. તેઓ તેના એટીએમ કાર્ડ પણ વાપરવા માંડે છે. તેઓ ઇન્ટરનેટ બેન્કિંગ અથવા એટીએમ દ્વારા પણ વ્યક્તિનો એકાઉન્ટ એક્સેસ કરે છે, પરંતુ આવા વખતે સવાલ એ થાય છે કે શું આમ કરવું યોગ્ય છે?
ઘરની સંભાળ રાખતા વ્યક્તિને મૃત્યુ થયું હોય તો આ બાબત સામાન્ય છે, પણ છતાં એક નૈતિકતાનો પ્રશ્ન તો અવશ્ય ઉભો થાય છે કે કોઈપણ વ્યક્તિ મરી જાય પછી તેનું એકાઉન્ટ અને ATM કાર્ડ વાપરવું યોગ્ય છે કે નહીં.
આ વિશે વધારે કંઇ નહીં વિચારતા આપણે આ અંગે બેંકના નિયમો શું કહે છે તે જાણવાનો પ્રયત્ન કરીએ. જો તમે મૃત વ્યક્તિના બેન્ક એકાઉન્ટને એકસેસ કરવા માંગતા હો તો અમે તમને જણાવી દઈએ કે નિયમાનુસાર બેંક આની મંજૂરી આપતી નથી. તમે કોઈના પણ મૃત્યુ પછી તેના એટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે મૃત્યુ વ્યક્તિના એટીએમ કાર્ડ માંથી પૈસા ઉપાડવા એ કાનૂની ગુનો ગણાય છે.
જો બેંકને જાણ થઇ જાય કે તમે મૃત વ્યક્તિનો બેંક એકાઉન્ટ એક્સેસ કરી રહ્યા છો કે તેનું ATM કાર્ડ વાપરી રહ્યા છો તો બેંક તમારી સામે કાર્યવાહી કરી શકે છે અને મૃત વ્યક્તિના ATM કાર્ડ વાપરવા માટે તમને સજા પણ થઈ શકે છે
પરિવારની કોઇ પણ વ્યક્તિ મૃત્યુ વ્યક્તિના પૈસાનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તે માટે તેણે પહેલા બેન્કને જણાવવું પડે છે કે તે વ્યક્તિ મૃત્યુ વ્યક્તિના પૈસાના હકદાર છે.