આ કામ કરવાની ડેડલાઇન મિસ ના થઇ જાય, ધ્યાન આપજો

ભારત સરકારે 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરાવવા માટે જણાવ્યું હતું. જો તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરવા માગો છો તો 14 માર્ચ સુધીમાં તમે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. ત્યાર બાદ તમારે આધાર કાર્ડ અપડેટ કરવા માટે પૈસા ભરવા પડશે.
આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકની સેવાઓ 15 માર્ચ સુધી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી Paytm પેમેન્ટ્સ બેંકની તમામ સુવિધાઓ બંધ થઈ જશે. આ ઉપરાંત ગ્રાહકોના ખાતામાં જમા કરાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સિવાય ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પણ શક્ય નહીં બને. આવી સ્થિતિમાં, તમે તમારી જમા કરેલી રકમ ઉપાડી શકો છો અને તેને બીજે ક્યાંક જમા કરી શકો છો.
SBI અમૃત કલશમાં રોકાણ કરવાનો છેલ્લો દિવસ 31 માર્ચ, 2024 છે. SBIની વેબસાઈટ પર જણાવ્યા મુજબ તમે 400 દિવસ (અમૃત કલશ)ની વિશેષ FD પર 7.10% વ્યાજ દરે વ્યાજ મેળવી શકો છો.
SBI Wecare યોજનામાં નિવેશ પર આપવામાં આવતો વ્યાજ દર 7.5 ટકા છે. વરિષ્ઠ નાગરિકો માચે SBI Wecareમાં રોકાણ કરવાની છએલ્લી તારીખ 31 માર્ચ, 2024 છે. આ ઉપરાંત SBI હોમ લોન પર વિશેષ ડિસ્કાઉન્ટ 31 માર્ચ, 2024 સુધી માન્ય છે. આ ડિસ્કાઉન્ટ CIBIL સ્કોર મુજબ Flexipay, NRI, નોન-સેલેરી હોમ લોન પર આપવામાં આવશે.
IDBI બેંક સ્પેશિયલ FD અનુક્રમે 300 દિવસ, 375 દિવસ અને 444 દિવસની મુદત માટે 7.05%, 7.10% અને 7.25%ના વ્યાજ દરો ઓફર કરે છે. આ FDમાં નાણાં રોકાણ કરવાની અંતિમ તારીખ31 માર્ચ, 2024 છે.
જો તમે ટેક્સ સેવિંગમાં રોકાણ કરી પૈસા બચાવવા માગતા હો તો નાણાકીય વર્ષ 2023-24 માટે ટેક્સ બચાવવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ છે. એ પહેલા તમારે ટેક્સ સેવિંગ સ્કીમમાં રોકાણ કરી દેવું પડશે.
નાણાકીય વર્ષ 2023-24 માટે એડવાન્સ ટેક્સના ચોથા હપ્તાની ચૂકવણીની છેલ્લી તારીખ 15 માર્ચ છે.
જો તમે ફાસ્ટેગ યુઝર છઓ તો 31 માર્ચ સુધીમાં તમારુ ફાસ્ટેગ કેવાયસી અપડેટ કરવું પડશે.