સ્પેશિયલ ફિચર્સ

Dawood Ibrahimનો દીકરો શું કરે છે? આ જગ્યા પર વીતાવે છે મોટાભાગનો સમય…

અંડરવર્લ્ડનું નામ સાંભળીને જ આંખો સામે અને મગજમાં બોલીવૂડની કેટલીય ફિલ્મોના દ્રશ્ય અને કાનો પર એના ડાયલોગ તરવરવા લાગે. ક્રાઈમની દુનિયામાં એક્ટિવ લોકોની દુનિયાને અંડરવર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે. એક સમય હતો કે જ્યારે માયાનગરી મુંબઈમાં અંડરવર્લ્ડનો દબદબો હતો. ખુલ્લેઆમ માફિયા ડોન રસ્તા પર ફરતાં રહેતાં અને એમાંથી એક નામ ખૂબ જ ખાસ હતું અને એ નામ હતું ડી કંપનીના દાઉદ ઈબ્રાહિમનું.

મુંબઈ પોલીસના કોન્સ્ટેબલનો દીકરો અંડરવર્લ્ડનો કિંગ પીન બની જશે, એવું કોઈ વિચાર્યું પણ નહોતું. 1993ના બ્લાસ્ટ બાદ દાઉદ ઈન્ડિયા છોડીને ભાગી ગયો અને હાલમાં તે પાકિસ્તાનમાં રહે છે એવો દાવો કરનારા રિપોર્ટ્સ અનેક વખત સામે આવી ચૂક્યા છે. દાઉદની ઉંમર થઈ ગઈ છે અને હવે તે ક્રાઈમની દુનિયાથી દૂર થઈ ગયો છે, ત્યારે લોકોના મનમાં એક સવાલ ચોક્કસ સવાલે આવે કે શું હવે દાઉદનો દીકરો તેનું આ ક્રાઈમનું નેટવર્ક હેન્ડલ કરી રહ્યું છે? તેનો દીકરો શું કરે છે વગેરે વગેરે… ચાલો આજે તમને એના વિશે જણાવીએ-

68 વર્ષના દાઉદનો એક સમયે મુંબઈમાં દબદબો હતો. પોલીસથી લઈને પ્રધાનો અને બોલીવૂડ એક્ટર-એક્ટ્રેસથી લઈને ક્રિકેટર્સ સાથે દાઉદના સંબંધો હતો. પરંતુ 1993ના બોમ્બ ધડાકા બાદ તેણે ભારત છોડીને જવું પડ્યું. હાલમાં તે પાકિસ્તાનના કરાચી ખાતે રહે છે પોતાના પરિવાર સાથે. દાઉદને એક દીકરો છે જેનું નામ છે મોઈન ઈબ્રાહિમ જેને લોકો મોઈન કાસકરના નામે પણ ઓળખે છે.

આ પણ વાંચો : 327.69 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્તિનો કેસ: અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમનો સાગરીત ચલાવતો હતો ડ્રગ્સ રૅકેટ

અનેક લોકોને એવો સવાલ થાય છે કે શું દાઉદ ઈબ્રાહિમનો દીકરો પણ હવે પિતાના પગલે પગલે ગુનાખોરી દુનિયામાં પ્રવેશી ચૂક્યો છે, તેનું નેટવર્ક હેન્ડલ કરે છે? તો તમારી જાણ માટે કે આવું બિલકુલ નથી. દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકર પાસેથી પોલીસને મળેલી માહિતી અનુસાર મોઈન ઈબ્રાહિમને પિતાના બિઝનેસમાં કોઈ રસ નથી.

પોલીસે જ્યારે દાઉદના ભાઈ ઈકબાલને પકડ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે દાઉદ ઈબ્રાહિમ ડિપ્રેશનમાં છે, કારણ કે તેના બાદ તેના કારોબારના સંભાળવા માટે કોઈ નથી. ઈબ્રાહિમ ધાર્મિક છે અને તે મોટાભાગનો સમય મસ્જિદમાં પસારક કરે છે. વચ્ચે તો એવા રિપોર્ટ્સ પણ સામે આવ્યા હતા કે ઈબ્રાહિમ મૌલાના બની ગયો છે, જોકે, આ આ સમાચારની ખરાઈ થઈ શકી નહોતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button