બની રહ્યો છે ખતરનાક યોગ, આ ત્રણ રાશિના જાતકોએ રહેવું પડશે Alert
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જે સમયે એક ગ્રહ એક રાશિમાંથી નીકળીની બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેની કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ થતી હોય છે. આ યુતિને કારણે શુભ-અશુભ યોગનું નિર્માણ થતું હોય છે અને આવો જ એક અશુભ યોગ છે અંગારક યોગ. ગ્રહોના સેનાપતિ મંગળ અને રાહુની જ્યારે યુતિ થાય છે ત્યારે અંગારક યોગનું નિર્માણ થાય છે અને આ યોગને અશુભ માનવામાં આવે છે. આ યોગની રચનાના કારણે રાશિના જાતકોને અનેક મુશ્કેલીઓ અને ચેલેન્જિસનો સામનો કરવો પડે છે.
મંગળને અગ્નિ તત્વ હોવાની સાથે સાથે જ ખૂબ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, જ્યારે રાહુને અશુભ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. આ બંનેની યુતિ થવાને કારણે બનેલો અંગારક યોગ અંગારા જેવું અશુભ ફળ આપે છે. 2024માં જ આ અંગારક યોગ બનવા જઈ રહ્યો છે, જેને કારણે તમામ રાશિઓને અશુભ ફળ મળે છે, પણ ત્રણ રાશિના જાતકોને અશુભ પરિણામોનો સામનો કરવો પડશે.
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ સમયગાળા દરમિયાન રાહુ મીન રાશિમાં બિરાજમાન છે અને તે આખું વર્ષ આ રાશિમાં રહેવાનો છે. 23મી એપ્રિલ, 2024ના રોજ ગ્રહોનો સેનાપતિ મંગળ પણ મીન રાશિમાં પ્રવેશ કરશે અને મીન રાશિમાં 31મી મે સુધી બિરાજમાન રહેશે. આવી પરિસ્થિતિમાં અંગારક યોગ આ તારીખ સુધી રહેશે, જેને કારણે ત્રણ રાશિના જાતકોને અશુભ પરિણામોનો સામનો કરવો પડશે. આ રાશિના જાતકોએ આ સમયગાળામાં ખૂબ જ સાવધાની રાખવી પડશે.
મેષઃ
મેષ રાશિના જાતકોની કુંડળીમાં બારમા ભાવમાં અંગારક યોગ બની રહ્યો છે. આવી પરિસ્થિતિમાં આ રાશિના લોકોએ થોડી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. આ રાશિના લોકો બિનજરૂરી ખર્ચથી પરેશાન થઈ શકે છે. વિચારોમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અથવા પારિવારિક સમસ્યાઓથી ઘેરાયેલા રહેશો. નાના અને સહેલા કામ માટે પણ તમારે વધારે મહેનત કરવી પડી શકે છે, કામમાં અડચણ આવી શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ થોડી સાવધાની રાખવાની જરૂર છે. કામ માટચે લાંબી મુસાફરી ખેડવી પડશે, જેને કારણે પરિવારને વધારે સમય નહીં આપી શકો.
કન્યાઃ
કન્યા રાશિના સાતમા ભાવમાં અંગારક યોગ બની રહ્યો છે. આવી પરિસ્થિતિમાં આ રાશિના લોકોએ થોડા સાવધાન રાખવાની જરૂર છે. મિત્રોના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. આની સાથે જ જીવનમાં એક યા બીજા કારણથી ઘણી સમસ્યાઓ આવી શકે છે. તમારો અહંકાર ઝડપથી વધી શકે છે, જેના કારણે તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે. સંબંધોમાં અલગ થવાની સ્થિતિ આવી શકે છે. આ સાથે, તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહી શકો છો.
ધનઃ
ધન રાશિની કુંડળીના ચોથા ભાવમાં અંગારક યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં રાહુ આ રાશિના લોકોના સુખ-સુવિધાઓમાં ઘટાડો કરશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. તેથી સ્વાસ્થ્યને લઈને સહેજ પણ બેદરકાર ન રહો. ઘરેલું જીવનમાં પણ કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. પરિવારના સભ્યો સાથે વિવાદ થઈ શકે છે. કારણ કે તમારા કામમાં કોઈ દખલ કરે તે તમને પસંદ નથી. તેની સાથે જ કાર્યસ્થળમાં કેટલીક સમસ્યાઓ પણ આવી શકે છે. સ્ત્રી પક્ષના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.