આલિયા કે રણબીરના ફોટા પર પોતાનો ચહેરો લગાવી પોસ્ટ કરતા હો તો સાવધાન…

ઈન્ટરનેટ પરથી ગમે તે ફોટો ઉચકી લેવાનો અને મસ્ત પોઝ આપતા કે સારા ડ્રેસિસ પહેરેલા હીરો કે હીરોઈનના ફોટા પર ચોંટાદી દઈ ફ્રેન્ડ્સ અને ફોલોઅર્સમાં મોભો પાડવાની ટેવ જો તમને પડી ગઈ હોય તો આ સમાચાર વાંચવા તમારી માટે જરૂરી છે.
સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લાઈક્સ મેળવવા આવા પેંચરા લોકો અજમાવતા હોય છે અને એઆઈ આવ્યા બાદ તેનો બેફામ ઉપયોગ થાય છે ત્યારે આવા લોકોએ જરા વિચાર કરવાની જરૂર છે.
આવી જ રીતે ડીપફેક ફોટો એટલે કે કોઈપણના શરીર પર કોઈ સેલિબ્રિટીનો ફોટો લગાડવો પણ તમને બારે પડશે. ખાસ કરીને અમુક હીરોઈનોના આવા ફોટો વાયરલ થયા છે, જેમાં તેમને અશ્લીલ કે ખૂબ જ રિવિલિંગ ક્લોથમાં બતાવવામાં આવ્યા હોય.
આવું ઘણીવાર મિત્રો પણ એકબીજા સાથે કરે છે. આને લીધે સામી વ્યક્તિની પ્રતિષ્ઠા પર આંચ આવે છે, ક્યારેક તેનું અપમાન થાય છે તો ક્યારેક તે સમસ્યામાં મૂકાઈ શકે છે.
આ માટે સાયબર પોલીસે ખાસ જણાવ્યું છે કે આવા કોઈ એઆઈ ટૂલનો ઉપયોગ ન કરશો. આ સાથે તમારે ગમે તે એપનો ઉપયોગ પણ નથી કરવાનો અને યુઆરએલ કાળજીપૂર્વ વાંચ્યા બાદ, એપના રેટિંગ્સ જાણી લો અને પછી જ તેનો ઉપયોગ કરો. ગમે ત્યાં પર્સનલ ફોટો શેર ન કરવા પણ પોલીસે જણાવ્યું છે.
સાયબર ક્રાઈમ સેલ પાસે એવા કેટલાક કેસ આવે છે, જેમાં સામી વ્યક્તિની પરવાનગી ન લેતા તેમના ફોટાનો ઉપયોગ થયો હોય અને ફરિયાદ થઈ હોય. ત્યારબાદ બ્લેકમેલ, ફોટોના ધારે પૈસા પડાવવા કે પરેશાન કરવું વગેરે પણ થતું હોય છે.
આ સાથે નવા નવા ટ્રેન્ડ્સ ફોલો કરવા જતા યુઝર્સ ઘણીવાર એપક એપ્સ પર પોતાની પર્સનલ ડિટેલ્સ, ફોટા પોસ્ટ કરે છે ડેટા લિક થઈ જતા હોય છે, જે તમને ભારે પડે તેમ હોવાથી અજાણી એપ કે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર ફોટા પોસ્ટ કરવા જોઈએ નહીં,તેવી સાયબર ક્રાઈમે ખાસ સૂચના આપી છે.
આ પણ વાંચો…AI ચેટબોક્સ કોરોના જેવી મહામારી લાવી શકે છે: OpenAIના CEO સેમ ઓલ્ટમેનની ચેતવણી…