મેટિનીસ્પેશિયલ ફિચર્સ

કવર સ્ટોરી : મહિલા ડિરેક્ટરની બોડી હોરર ફિલ્મ: The Substance, ધિક્કાર ને આવકાર

-હેમા શાસ્ત્રી

હોરર ફિલ્મોનો વાયરો વિદેશમાં પણ જોરદાર ફૂંકાઈ રહ્યો છે. આ વર્ષના પ્રારંભમાં (૫ જાન્યુઆરી, ૨૦૨૪) પ્રથમ સુપરનેચરલ હોરર ફિલ્મ Night Swim રિલીઝ થઈ હતી. ૧૫ મિલિયન ડૉલરના બજેટમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સડસડાટ દોડી ૫૪ મિલિયન ડૉલરનો વકરો કરવામાં સફળ રહી હતી. પહેલા નવ મહિનામાં (૩૦ સપ્ટેમ્બર સુધી) વીસેક હોરર ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને વર્ષના બાકી રહેલા ૩ મહિનામાં અન્ય ૧૦ ફિલ્મ દર્શકોને ડરાવી મનોરંજન કરવા લાઈનમાં ઊભી છે
જોકે, આ બધામાં ૨૦ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી The Substance સૌથી વધુ ચર્ચાસ્પદ રહી છે. આ ફિલ્મને યુકે અને યુએસના દર્શકોએ બે અંતિમ છેડાનો પ્રતિસાદ આપ્યો છે. પ્રતિષ્ઠિત બ્રિટિશ અખબારમાં આ ફિલ્મ વિશે ટિપ્પણી કરવામાં આવી છે કે -નવી રિલીઝ થયેલી બોડી હોરર (શારીરિક ફેરફાર – બદલાવથી ઉત્પન્ન થતો ભય) ફિલ્મ ‘ધ સબસ્ટન્સ’માં હિંસાનો અને લોહીની છોળોનો એટલો બધો અતિરેક છે કે વિશ્ર્વભરમાં અનેક ઠેકાણે દર્શકો અધવચ્ચે જ થિયેટર છોડી જતા જોવા મળ્યા છે….

ગુજરાતી નાટકોમાં પ્રેક્ષકોના વોકઆઉટના કિસ્સા તમે વાંચ્યા-સાંભળ્યા હશે, પણ એકવીસમી સદીના ત્રીજા દાયકામાં અને એ પણ ફિલ્મમાં આવું બન્યું એ વાત ચર્ચાના ચકડોળે ચડી છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ એક મહિલા ડિરેક્ટરની છે અને મે મહિનામાં એ ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ માં પ્રદર્શિત થઈ ત્યારે પણ ખાસ્સી ચર્ચાસ્પદ રહી હતી. એ વખતે જ ફિલ્મના અભ્યાસુઓ એ ફિલ્મ રિલીઝ થશે ત્યારે એક વર્ગ એનેખૂબ વહાલ કરશે અને એક વર્ગ એવો પણ હશે જે એને ધિક્કારશે. આ ભવિષ્યવાણી અક્ષરશ: સાચી પડી છે. કોઈ ફિલ્મને હિંસા પ્રચુર ઘૃણાસ્પદ ફિલ્મ લેખાવી છે તો બીજી તરફ એને ‘કલ્ટ ક્લાસિક’ ગણાવતો વર્ગ
પણ છે.

ફિલ્મની થીમ શું છે?

મુવી સ્ટારમાંથી ટીવી ફિટનેસ ઈન્સ્ટ્રક્ટર બનેલી એલિઝાબેથ સ્પાર્કલ (ડેમી મૂર) જીવનના મોટાભાગના સમય દરમિયાન કેમેરા સામે જ વ્યસ્ત રહી છે. એલિઝાબેથ બરાબર જાણે છે કે ગ્લેમર ઈન્ડસ્ટ્રી ઘણી વાત ચલાવી લેશે – આંખ આડા કાન કરશે, પણ યુવતી પ્રૌઢા બની જાય – એની ઉંમર દેખાય એ નહીં સાંખી લેવાય. બ્રેન કરતાં બોડી અનેકગણું મહત્ત્વ ધરાવે છે. ૫૦માં બર્થ- ડેની ઉજવણી વખતે એલિઝાબેથને બર્થ- ડે ગિફ્ટ તરીકે એના બોસ નોકરીમાંથી કાઢી મૂકે છે. ગ્લેમર ગુમાવી દેનારી પ્રૌઢાનોહવે બોસને ખપ નથી રહ્યો. એલિઝાબેથ અચાનક પૂનમની ચાંદનીમાંથી અમાસની કાળી ડિબાંગ રાતમાંઘેરાઈ જાય છે.

Cover story: Body horror film by a female director: The Substance

એવામાં હોસ્પિટલની નર્સ પાસેથી એક બ્લેક માર્કેટ ડ્રગની જાણકારી મળે છે. આ ડ્રગનું સેવન કરનારીવ્યક્તિ ‘યુવાન, વધુ સુંદર અને વધુ પ્રભાવી’ બની જાય એવો દાવો કરવામાં આવ્યો છે. થોડી અસમંજસ પછી એલિઝાબેથ એ ડ્રગનો ઓર્ડર આપે છે. ડ્રગનું સેવન કરતા જ એ નવયૌવના સુ (એક્ટ્રેસ માર્ગારેટ કવાલી) બની જાય છે અને એલિઝાબેથની હકાલપટ્ટીથી ખાલી પડેલી જગ્યામાં ફિટનેસ ઈન્સ્ટ્રક્ટર તરીકે ગોઠવાઈ જાય છે. જોકે, એમાં એક શરત એ છે કે દર સાત દિવસે એલિઝાબેથે યૌવન ગુમાવી ૫૦ વર્ષની પ્રૌઢા તરીકે જીવવાનું. યૌવન અને ગ્લેમરના આકર્ષણને કારણે ખોળિયું બદલતા રહેવાનો ભયંકર માનસિક ત્રાસ એલિઝાબેથ વેઠવા તૈયાર થાય છે. ફિલ્મ આગળ વધે છે એમ એલિઝાબેથ અને સુ વચ્ચેની વિસંવાદિતતા વધતી જાય છે અને વાર્તા એવો વળાંક લે છે કે… કેવો વળાંક લે છે એ તો આટલું વાંચ્યા પછી જિજ્ઞાસા જાગી હોય તો ફિલ્મ જોઈને જાણી લેજો. ટૂંકમાં કહીએ તો પુરુષની કામુક નજર સ્ત્રીના દેહને મૂલવે એ ભયંકર અને ઘૃણાસ્પદ વાસ્તવિકતા ફિલ્મની કથાનો તંતુ છે. વિવેચકોના અભિપ્રાય અનુસાર ડેમી મૂરે અફલાતૂન અભિનય કર્યો છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અને ડિરેક્શનની પણ પ્રશંસા થઈ છે.

ડેમી મૂરનું હિન્દી ફિલ્મ કનેક્શન
હોલિવૂડની કેટલીક જબરજસ્ત સફળ ફિલ્મોની હિરોઈન ડેમી મૂરને હિન્દી ફિલ્મ જોનારો દર્શક અલગ રીતે ઓળખે છે. ૧૯૮૨માં જબરદસ્ત સફળતાને વરેલી ઙફફિતશયિં ફિલ્મથી લાઈમ લાઇટમાં આવેલી ડેમી મૂરને Ghost(૧૯૯૦) ફિલ્મથી આપણે ત્યાં લોકો થોડી ઘણી ઓળખતા થયા હતા. જોકે, અભિનેત્રીની સૌથી રસપ્રદ વાત એ છે કે એની અમુક ફિલ્મની રિમેક હિન્દીમાં બની છે. સૌથી પહેલી રિમેક હતી અધધ સફળ થયેલી ૠવજ્ઞતિં પરથી ફ્લોપ ‘પ્યાર કા સાયા’ (૧૯૯૧). બી. સુભાષ નિર્મિત આ ફિલ્મ અંગ્રેજી ફિલ્મની ફ્રેમ ટુ ફ્રેમ નકલ હતી. ડેમિની બ્લોકબસ્ટર ઈંક્ષમયભયક્ષિં ઙજ્ઞિાજ્ઞતફહ (૧૯૯૩) પરથી બે હિન્દી ફિલ્મ બની. ‘સૌદા’ (૧૯૯૫ – સુમિત સહગલ, નીલમ કોઠારી) ફ્લોપ થઈ હતી અને રાકેશ રોશનની ‘કારોબાર’ (૨૦૦૦ – રિશી કપૂર, અનિલ કપૂર અને જુહી ચાવલા) સુધ્ધાં ફ્લોપ થઈ હતી. જાણીતું બેનર ન હોવા છતાં આ હિન્દી ફિલ્મમાં ડેમી મૂર કામ કરવા તૈયાર થઈ એનું કારણ એ હતું કે અભિનેત્રી વર્ષોથી માનવ તસ્કરીને નાથવા માટેની ઝુંબેશ ચલાવે છે અને એ માટે પોતાની સંસ્થા પણ ચલાવે છે. ફિલ્મની પટકથા પસંદ પડી હોવાથી ડેમી એ ફિલ્મમાં સામાજિક કાર્યકર્તાનો રોલ કર્યો હતો.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત