સ્પેશિયલ ફિચર્સ

Viral Video: ચાલુ બાઈક પર કપલે કરેલી હરકત જોઈને શરમથી થઈ જશો પાણી પાણી…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ એવા એવા અતરંગી વીડિયો સામે આવતા હોય છે એ જોઈને તો તમને થઈ જાય કે ભાઈ બે આંખોની શરમ જેવું કંઈ લોકોમાં બચ્યું છે કે નહીં? હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં બાઈક પર જઈ રહેલી એક યુવતી પેટ્રોલની ટાંકી પર બેસીને પોતાના બોયફ્રેન્ડ સાથે ઈશ્ક ફરમાવતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે.

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે કે એક છોકરી પોતાના બોયફ્રેન્ડને વળગીને બાઈકની પેટ્રોલની ટાંકી પર બેઠેલી જોવા મળે છે અને બોયફ્રેન્ડ ફૂલ સ્પીડમાં બાઈક ભગાવી રહ્યો છે. આ ઘટના યુપીના નોએડા ખાતે આવેલા યમુના એક્સપ્રેસવે સેક્ટર 94ની હોવાનું કહેવાઈ રહ્યું છે.

આપણ વાંચો: ફુલ ટાઈટ સંજય દત્ત કોની સાથે રોમાન્સ કરતો દેખાયો કે વીડિયો થઈ ગયો વાયરલ

વીડિયોમાં બંને દ્વારા કરવામાં આવી રહેલી હરકત શરમજનક તો છે જ પણ એની સાથે સાથે આ પ્રકારનું વર્તન કરીને આ પ્રેમલા-પ્રેમલીએ ટ્રાફિકના નિયમોને પણ ધાબે ચઢાવી દીધા હતા. તેમની પાસેથી પસાર થઈ રહેલા એક બીજા ડ્રાઈવરે આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં શૂટ કર્યો હતો.

આ વીડિયો જેવો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો કે તરત જ ટ્રાફિક પોલીસે તેની નોંધી લીધી અને બાઈકચાલકને 53,500 રૂપિયાનું ચલાન મોકલાવી દીધું હતું. આ વીડિયોને પોલીસે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કરીને ચલાનની કોપી પણ અટેચ કરી છે અને આ કોપીમાં જોવા મળે છે કે બાઈકચાલકને 53,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આપણ વાંચો: પુણેરી જલસોઃ એક સાડીની દુકાનનો આ વાયરલ વીડિયો તમે જોશો તો…

નેટિઝન્સ પણ વીડિયોમાં બંનેની હરકત જોઈને ભડકી ઉઠ્યા છે અને કમેન્ટ બોક્સમાં પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે મૌસમ રોમેન્ટિક છે તો એનો અર્થ એ નથી કે તમે રસ્તાને જ પ્રાઈવેટ વીડિયો બનાવી દો. બીજા એક યુઝરે લખ્યું હતું કે ચલાન કાપવાની સાથે સાથે જ તેમને જેલની હવા પણ ખવડાવવી જોઈએ. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button