દુનિયાના આ દેશોમાં પુરુષો કરતાં વધુ છે મહિલાઓની વસ્તી, જાણો ભારતનું નામ છે કે નહીં?

હાલમાં દેશમાં વસતિ ગણતરીની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે ત્યારે આજે આપણે અહીં વાત કરીશું દુનિયાના 10 એવા દેશ વિશે કે જ્યાં મહિલાઓની વસતિ પુરુષ કરતાં વધારે છે અને આની પાછળ સામાજિક, આર્થિક અને સ્વાસ્થ્યનું કારણ શું છે? આ સાથે સાથે જ આપણે એ પણ જાણીશું કે દેશોમાં આપણા મેરા ભારત મહાનનો સમાવેશ થાય છે કે નહીં?
દુનિયાના કેટલાક દેશોમાં પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા વધારે છે અને આ પાછળ માત્ર કોઈ સંયોગ નહીં પણ ખૂબ જ ગાઢ સામાજિક, આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધિત કારણ જવાબદાર છે. દુનિયાના મોટાભાગના વિસ્તારમાં પુરુષ અને મહિલાની સંખ્યા લગભગ બરાબર છે, પણ કેટલાક દેશ એવા પણ છે કે જ્યાં મહિલાઓની વસતિ પુરુષો કરતાં વધારે છે.
આ પણ વાંચો: ૧૯૫ દેશની મહિલાઓએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ: ભારતીય મૂળની અસ્મા ખાન પણ સામેલ…
વિશ્વ જનસંખ્યા સમીક્ષા (2023)ના આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો કેટલીક જગ્યાઓ કે દેશોમાં મહિલા અને પુરૂષોની સંખ્યામાં ખાસ્સો તફાવત જોવા મળશે તો કેટલીક જગ્યાઓ પર આ અંતર નજીવું છે. પણ આપણે અહીં વાત કરીએ દુનિયાના 10 એવા દેશો વિશે કે જ્યાં પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા વધારે છે. આવો જોઈએ કયા છે આ દેશો-
જિબૂતીઃ
આ યાદીમાં સૌથી પહેલાં સ્થાને આવે છે જિબૂતી. અહીં મહિલાની વસતિ કુલ 55 ટકા જેટલી છે. આનું એક મોટું કારણ એ છે કે અનેક પુરુષ કામ કરવા માટે દેશ છોડી દે છે. આ નિરંતર પ્રવાસને કારણે એમાં પણ ખાસ કરીને શહેરોમાં આ અંતર ખાસ્સુ વધારે જોવા મળે છે.
હોંગકોંગઃ
હોંગકોંગમાં પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા વધારે છે અને એના બે મુખ્ય કારણો છે. મહિલા ડોમેસ્ટિક હેલ્પની વધતી સંખ્યા અને બીજું કારણ છે હોંગકોંગમાં મહિલાઓની ઉંમર ખૂબ જ લાંબી હોય છે.
લિથુઆનિયાઃ
છેલ્લાં કેટલાક વર્ષોની વાત કરીએ તો લિથુઆનિયામાં સિનિયર સિટિઝન્સમાં પુરુષોની કરતાં મહિલાઓની સંખ્યા વધતી જઈ રહી છે. આવું એટલા માટે થાય છે કારણ કે પુરુષોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા વધારે સતાવે છે અને તેઓ લાંબું નથી જીવી શકતા.
બહામાસઃ
બહામાસમાં પણ મહિલાઓની વસતિ વધારે છે એવું આંકડાઓ જોતા ખ્યાલ આવે છે. મહિલા અને પુરૂષોની સંખ્યા વચ્ચેનું આ અંતર દેશની ઓછી વસતિ અને એ તથ્ય પર આધારિત છે કે મહિલાઓ પુરુષો કરતાં વધારે અને લાંબુ જીવે છે.
રશિયાઃ
રશિયા મહિલા અને પુરુષોની સંખ્યામાં રહેલું અંતર લૈગિંગ અસંતુલનના સૌથી પ્રસિદ્ધ ઉદાહરણમાંથી એક છે. મોટાભાગના આયુ વર્ગમાં મહિલાઓની સંખ્યા પુરૂષો કરતાં વધારે છે. જેના માટે હેલ્થ ઈશ્યૂ, દુર્ઘટનાઓ અને ત્યાં સુધી કે છેલ્લાં કેટલાક યુદ્ધોની લાંબાગાળાની અસરને કારણે પુરુષોના મૃત્યુદરમાં થયેલો વધારો થયો છે.
બેલારૂસઃ
બેલારૂસમાં પણ રશિયા જેવી જ પેટર્ન જોવા મળે છે. અહીં પણ મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધારે છે. એમાં પણ ખાસ કરીને શહેરી વિસ્કાર અને વૃદ્ધ લોકોમાં મુખ્ય કારણ પુરુષોની ઓછી ઉંમર અને વધતી જતી વૃદ્ધોની વસતિ છે.
લાતવિયાઃ
લાતવિયામાં પણ મોટાભાગના ઉંમર વર્ગમાં મહિલાઓની સંખ્યા જ પુરુષો કરતાં વધારે છે. આના કારણો પણ પુરુષોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને તેમની ઓછી ઉંમર છે.
કેરેબિયન, પ્યુર્ટો રિકો અને મોલ્દોવાઃ
આ ત્રણેય દેશોમાં પણ મહિલા અને પુરુષની સંખ્યામાં વધારે છે અને આ ત્રણેય દેશોમાં પણ આ તફાવત માટે કેટલાક ખૂબ જ પરિચિત કારણો હોવાનું જાણવા મળ્યું છે. સ્વાસ્થ્ય, સામાજિક અને આર્થિત કારણોસર જ આ તમામ દેશોમાં પણ આ અંતર માટે જવાબદાર છે.