રૂપિયા 500ની નોટ છાપવા RBIને કેટલો ખર્ચ થાય છે? જાણો ચલણી નોટ અને સિક્કા બનાવવા પાછળનો ખર્ચ… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

રૂપિયા 500ની નોટ છાપવા RBIને કેટલો ખર્ચ થાય છે? જાણો ચલણી નોટ અને સિક્કા બનાવવા પાછળનો ખર્ચ…

આપણે આપણી રોજબરોજના જીવનમાં 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની નોટનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે આ ચલણી નોટને છાપવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) કે સરકાર દ્વારા કેટલો ખર્ચ કરવામાં આવે છે? નહીં ને? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…

ભારતમાં દરરોજ 10,20,50,100, 200 અને 500 રૂપિયાની ચલણી નોટનો આપણે છૂટથી ઉપયોગ કરીએ છીએ. પરંતુ ક્યારેય વિચાર આવ્યો છે ખરો કે સરકાર કે આરબીઆઈ દ્વારા આ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે? નોટ પર લખેલા મૂલ્ય કરતાં તેને છાપવાનું મૂલ્ય અલગ હોય છે. આજે આપણે અહીં જાણીશું કે સરકાર દ્વારા આ માટે કેટલો ખર્ચ થાય છે અને કેમ?

ક્યાં છપાય છે ચલણી નોટ?

ભારતીય ચલણી નોટ છાપવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. દેશમાં આ માટે ચાર પ્રિન્ટિંગ પ્રેસ છે જેમાંથી એક પ્રેસ નાસિક, બીજી દેવાસ, ત્રીજી મૈસુર અને ચોથી સાલબોનીમાં. આ તમામ પ્રેસમાં અલગ અલગ મૂલ્યની ચલણી નોટ છાપવામાં આપે છે. નોટ પ્રિન્ટ કરવા માટે ખાસ પ્રકારના કાગળ અને ઈન્ક વિદેશથી મંગાવવામાં આવે છે જેને કારણે નોટ છાપવાનો ખર્ચ વધી જાય છે.

શું છે ચલણી નોટના કાગળની ખાસિયત?

અગાઉ કહ્યું એમ આ નોટ બનાવવા માટે અલગથી કાગળ મંગાવવામાં આવે છે એટલે ચોક્કસ જ એ કાગળ નોર્મલ કાગળ તો નહીં જ હોય. નોટ છાપવા માટે ખાસ પ્રકારના કોટલ અને સિક્યોરિટી ફિચરવાળા કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાગળમાં વોટરમાર્ક, સિક્યોરિટી થ્રેડ, માઈક્રો લેટરિંગ, કલર શિફ્ટિંગ ઈન્ક જેવા ફિચર્સ હોય છે. આ તમામ ફિચરને કારણે નકલી નોટ સરળતાથી પકડાઈ જાય છે

કેટલો થાય છે ખર્ચ?

ચલણી નોટ છાપવા માટે થતાં ખર્ચની વાત કરીએ તો એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આરબીઆઈ દ્વારા 10, 20, 50 રૂપિયાની નોટ છાપવા માટે આશરે એકથી બે રૂપિયાનો ખર્ચ આવે છે. જ્યારે 100 રૂપિયાની નોટ છાપવા માટે 2થી 3 રૂપિયા અને 500 રૂપિયાની નોટ છાપવા માટે સરકારને 2.5 રૂપિયાથી લઈને 3 રૂપિયા સુધીનો અંદાજિત ખર્ચ આવે છે. અર્થાત્ જ સરકારે નોટ પર જેટલું મૂલ્ય લખ્યું છે એના કરતાં તેને છાપવાનો ખર્ચ ઓછો હોય છે.

નોટ છાપવા આખા વર્ષમાં કેટલો થાય છે ખર્ચ?

દર વર્ષે આરબીઆઈ દ્વારા લાખો કરોડો નોટ છાપે છે અને એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આરબીઆઈ 2022-23માં આરબીઆઈએ નોટ છાપવા માટે 4900 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ દર વર્ષે નોટ્સની ડિમાંડ અને જૂની નોટ પાછી ખેંચવા પર પણ નિર્ભર કરે છે.

સિક્કા બનાવવા થાય છે આટલો ખર્ચ

ચલણી નોટ અને સિક્કા બનાવવાનો ખર્ચ સમાન હોય એવું જો તમને લાગતું હોય તો એવું નથી. સિક્કા બનાવવા માટે સરકારને વધારે ખર્ચ આવે છે. દાખલા તરીકે જો એક રૂપિયાનો સિક્કો બનાવવા માટે સરકારને 1.6 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button