મહાકુંભ 2025સ્પેશિયલ ફિચર્સ

મમતા કુલકર્ણી અને બાગેશ્વર બાબા વચ્ચે વિવાદ વધવાની શકયતા, અભિનેત્રીએ બાબાને રોકડું પરખાવ્યું

એક સમયે ટૉપલેસ પોસ્ટર આપીને હંગામો મચાવી દેનાર અભિનેત્રી મમતા કુલકર્ણી હાલમાં સન્યાસી બનીને પણ વિવાદોમાં સપડાઈ છે. મમતા કુલકર્ણી અમેરિકાથી પાછા ફર્યા બાદ સમાચારોમાં ચમકી રહી છે અને હવે તેણે કુંભમેળામાં સત્તાવાર રીતે સન્યાસ ધારણ કરી લેતા તે ચર્ચાનું કેન્દ્ર બની છે.

મમતા કુલકર્ણી (mamta kulkarni) મહામંડલેશ્વર બની જેગઈના સમાચાર આગની જેમ વહેતા થયા, પરંતુ ખૂબ જ તપ બાદ મળતી આ પદવી મમતાને આમ જ મળી જતા ભારે વિવાદ થયો અને તેની પાસેથી પદવી પાછી લેવામાં આવી. એવા આક્ષેપો પણ થયા કે મમતાએ રૂ. 10 કરોડ આપીને આ પદવી લીધી હતી. આ વિવાદોમાં બાબા બાગેશ્વર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રી પણ કૂદ્યા હતા અને (dhirendra shashtri) તેમણે મીડિયાને મમતા વિરોધી નિવેદનો આપ્યા હતા. હવે મમતાએ વળતો પ્રહાર કરતા એક ચેનલ પરના શૉમાં બાબાને પણ રોકડું પરખાવ્યું હતું અને ચૂપ બેસવા જણાવ્યું હતું. આથી આ બન્ને વચ્ચેનો વિવાદ ફરી વકરે તેમ જણાઈ રહ્યું છે.

શું કહ્યું બાગેશ્વર બાબાએ?
ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા તે દરમિયાન મીડિયા સાથે તેમની વાતચીત થઈ હતી ત્યારે મમતા કુલકર્ણીનાં મહામંડલેશ્વર બનવા સામે બાબાએ વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ પદ ફક્ત સાચી આત્માવાળા વ્યક્તિને જ આપવું જોઈએ. તેમણે કહ્યું કે, કોઈપણ પ્રકારના બાહ્ય પ્રભાવમાં આવીને કોઈને સંત કે મહામંડલેશ્વર કેવી રીતે બનાવી શકાય? હું પણ હજી મહામંડલેશ્વર બની શક્યો નથી. તેનો ઈશારો ચોખ્ખો મમતા તરફ હતો. મમતા અભિનેત્રી રહી ચૂકી છે અને ડ્રગ્સના કેસમાં લાંબો સમય ફસાયેલી પણ રહી છે.

આ પણ વાંચો…ISRO @100 : શું મિશન પડતું મૂકવું પડશે, જાણો શું કહ્યું સંસ્થાએ

મમતાએ બાગેશ્વરને ચૂપ રહેવા કહ્યું
ટીવી શૉ દરમિયાન જ્યારે મમતાને સંતો એ તેના પર લાગેલા આરોપો વિશે પૂછ્યુ ત્યારે તેણે કહ્યું કે આ વિશે વધુ તો કઈ કહીશકું તેમ નથી, પરંતુ આ લોકોએ મહાકાલ અને મહાકાળી થી ડરવું જોઈએ. આ સાથે જ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર તેણે કહ્યું કે તેની જેટલી ઉંમર છે (25 વર્ષ) તેટલી તો મેં તપસ્યા કરી છે. તેમે એવો દાવો પણ કર્યો કે તપસ્યા દરમિયાન તેને હનુમાનજીનો સાક્ષાત્કાર થયો હતો. હું ધીરેન્દ્ર શાસ્ત્રીને એટલું જ કહેવા માંગુ છું કે તેણે જઈને તેના ગુરુને પૂછવું જોઈએ કે હું કોણ છું.

હવે ધીરેન્દ્ર શાસ્ત્રી વળતો જવાબ આપે છે કે કેમ તે જોવાનું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button