રસોડાના મસાલીયાની આ વસ્તુના સેવનથી ઘટે છે વજન
ગૃહિણીઓના મસાલાના ડબ્બામાં બે-ચાર લવિંગ હોય છે. દાળ સાથે અનેક બીજી વાનગીઓમાં પણ લિવંગનો ઉપયોગ થાય છે. આ સાથે મુખવાસમાં પણ લવિંગનો ઉપયોગ થાય છે. ખાસ કરીને જે લોકો ચરબી વધવાથી પરેશાન છે તેમણે આ સમાચાર ખાસ વાંચવા જેથી ચરબી ઉતારવાનો સરળ નુસ્ખો તમને મળી જશે. જોકે કસરત અને નિયંત્રિત ખોરાક ઉપરાંત કરવામાં આવતા પ્રયોગો ચરબી ઉતારવામાં મદદરૂપ થાય છે.
લવિંગ એ પરંપરાગત ભારતીય ભોજનમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા મસાલાઓમાંનું એક છે. લવિંગમાં આયર્ન, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, હાઇડ્રોલિક એસિડ, મેંગેનીઝ અને વિટામિન એ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.
લવિંગમાં ‘નાઇગેરિસિન’ નામનું સંયોજન હોય છે. તે ડાયાબિટીસને રોકવામાં, ઇન્સ્યુલિનની ક્રિયામાં સુધારો કરવામાં અને નવા કોષો ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.
તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કેન્સર જેવા જીવલેણ રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. બ્લડ શુગર લેવલ ઘટાડવામાં પણ લવિંગ સારી રીતે કામ કરે છે.
હવે મૂળ વાત પણ આવીએ તો રાત્રિભોજન પછી દરરોજ બે કે ત્રણ લવિંગ ખાવાથી શરીરની ચરબી ઓગળી શકે છે. જમ્યા બાદ લવિંગ મોઢામાં રાખી ધીમે ધીમે તેનો રસ ચૂસવો. પહેલા એક લવિંગથી શરૂઆત કરવી. તે શરીરમાંથી અનિચ્છનીય ચરબી દૂર કરવામાં પણ મદદ કરે છે. જમ્યા પછી મોઢામાં લવિંગ ચાવવાથી શ્વાસની દુર્ગંધ તો દૂર થાય છે પણ બેક્ટેરિયા પણ મરી જાય છે.
મોંની દુર્ગંધ જેવી ઘણી સમસ્યાઓનો આ ખૂબ સારો ઉકેલ છે. જો તેને નિયમિત લેવામાં આવે તો દાંત અને પેઢાને નુકસાન થતું નથી.
લવિંગ શરદી અને ઉધરસ માટે સારો ઉપાય છે. જો તમે તમારા મોંમાં એક કે બે લવિંગ મૂકીને તેને દબાવી રાખશો તો તમને આરામ મળશે. તેમાં મેંગેનીઝ ભરપૂર માત્રામાં હોય છે. તેથી, લવિંગ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. લવિંગનું તેલ પણ ફાયદાકારક છે.
ઉપરોક્ત માહિતી નિષ્ણાતોએ આપી છે, પરંતુ તમે તમારા તબીબી નિષ્ણાતોના કહેવાને અનુસરો તે સલાહભર્યું છે.