આ Super Foodsનું કરો સેવન, રાતે ઊંઘમાં પણ ઘટશે વજન….
આપણામાંથી મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે શું કરવું અને શું ન કરવું એની અવઢવમાં અલગ અલગ ઘરગથ્થુ ઉપચાર અને નુસખાઓ કરતાં હોય છે, પણ એનું ધાર્યું પરિણામ મળતું નથી. પેટની ચરબી કેવી રીતે ઓછી કરવી, જીમ વગર વજન કેવી રીતે ઘટાડવું? જેવા અનેક સવાલો આજે લોકોને સતાવી રહ્યા છે, જો તમને પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આજે અમે અહી તમારા માટે એવી ધાસ્સુ ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમારૂ વજન દિવસે જ નહીં પણ રાતે પણ ઘટવા લાગશે.
આજે માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં લોકો ઓનેસિટીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ઓબેસિટીની સમસ્યાથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. ચાલો તમારો વધુ સમય વેડફ્યા વિના તમને જણાવીએ કે કયા સુપર ફૂડ્સનું સેવન કરીને તમે રાતે ઊંઘમાં પણ વજન ઘટાડી શકો છો.
મધ:
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર ચરબી ઘટાડવા માટે મધ સૌથી બેસ્ટ ફૂડ આઈટમ છે. સ્વાદમાં મીઠું હોવાની સાથે સાથે જ મધ પાચન શક્તિ સુધારીને કફ ઘટાડવામાં પણ મદદ કરે છે. વજન ઘટાડવા માગતા લોકો રોજ સવારે ખાલી પેટે એક ચમચી મધ અને લીંબુનો રસ ગરમ પાણીમાં મિક્સ કરીને પીવું જોઈએ.
આમળા:
મધની સાથે સાથે જ શિયાળામાં મળતા આમળાનું સેવન પણ વજન ઘટાડવામાં મદદ કરે છે. આમળા વાત, પિત્ત, કફ એમ ત્રણેય દોષોને કન્ટ્રોલ કરે છે. આ સાથે જ આમળામાં એન્ટી એજીંગ પ્રોપર્ટી પણ જોવા મળે છે, કે તમને યંગ રાખે છે. ડાયાબિટીસ, વાળ ખરવા અને એસિડિટી જેવી સમસ્યામાં પણ આમળાનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ એક ચમચી આમળાનું મધ સાથે ખાલી પેટે કે પછી જમી લીધાના એક કલાક બાદ સેવન કરવું જોઈએ.
હળદર:
હળદર લોહીને શુદ્ધ કરે છે અને તે ઈમ્યુનિટી બુસ્ટ કરવામાં પણ મદદ કરે છે. આ સાથે સાથે જ તે કફ ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે અને ડાયાબિટીસને કન્ટ્રોલ કરવાની સાથે સાથે જ વજન ઘટાડવામાં પણ હળદર મદદ કરે છે. રોજ અડધી ચમચી હળદરમાં અડધી ચમચી મધ કે પછી આમળા મિક્સ કરીને ખાલી પેટ તેનું સેવન કરો.
જવ:
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ સુપર ફૂડ એટલે જવ. જવ ચરબી ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને એની સાથે સાથે જ શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી પૂરી પાડે છે અને વજન ઘટાડવામાં, કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરવામાં, પાચન, યાદશક્તિ અને ફિઝિકલ સ્ટ્રેન્થ સુધારવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે સાત્વિક જવનું સેવન કરવાની સલાહ નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે.