સ્પેશિયલ ફિચર્સ

કમ્ફી ટીશર્ટ ડ્રેસ છે ફેશનેબલ, કમ્ફર્ટ અને સમાર્ટલૂકનું કૉમ્બિનેશન

ફેશન – ખુશ્બુ મૃણાલી ઠક્કર
ટી-શર્ટ ડ્રેસ એટલે જે ડ્રેસ હોઝિયરી મટિરીઅલમાંથી બનાવવામાં આવ્યા છે. જેમાં મોટાભાગે રાઉન્ડ નેક હોય અને શોર્ટ સ્લીવ્ઝ હોય. તેમજ ડ્રેસની પ્રિન્ટ ફ્લોરલ હોય. ટી-શર્ટ ડ્રેસ એક સિમ્પલ અને બેઝિક પેટર્નમાં હોવા છતાં પણ યુવતીઓમાં ખૂબ પ્રચલિત છે. ટી-શર્ટ ડ્રેસ પહેરવાથી કેઝ્યુઅલ લુક આવે છે અને ખૂબ જ કંફર્ટેબલ હોવાને કારણે પ્રચલિત છે. ટી-શર્ટ ડ્રેસમાં પેટર્ન મોટા ભાગે બેઝિક જ હોય છે, પરંતુ લેન્થ વેરિએશન આવે છે. તમારા બોડી ટાઈપ અને હાઈટ મુજબ તમે ટી-શર્ટ ડ્રેસની પસંદગી કરી શકો.

શોર્ટ ડ્રેસ – શોર્ટ ટી-શર્ટ ડ્રેસ એટલે જે ડ્રેસની લેન્થ ગોંઠણની ઉપર હોય. આ ડ્રેસ હોઝિયરી ફેબ્રિકમાંથી બનાવવામાં આવે છે તેથી આ ડ્રેસ પહેર્યા પછી બોડીનો શેપ લઇ લે છે. આ ડ્રેસમાં નેકલાઇન રાઉન્ડ શેપની હોય છે અને કોઈ ડ્રેસમાં કોલર પણ હોય છે. ડ્રેસની હેમલાઈનમાં બે સાઈડ પર સ્લીટ હોય છે અથવા ડ્રેસની બેકમાં સેન્ટરમાં સ્લીટ હોય છે. શોર્ટ ડ્રેસમાં બોડી ફિટ અને લુઝ ફિટ એમ બે ટાઈપના ફિટ આવે છે. લુઝ ફિટ એટલે તમારા બોડી સાઈઝ કરતાં મોટી સાઇઝનો ડ્રેસ. જોઈ તમારું શરીર સુડોળ હોય તો તમે કોઈ પણ કલરના પ્લેન શોર્ટ ડ્રેસ પહેરી શકો પરંતુ જો તમારું શરીર ભરેલું હોય તો તમારે સોલિડ કલરના ડ્રેસ પહેરવા જેથી તમારી બોડી લાઈન થોડી નેરો લાગે.

મીડ લેન્થ – મીડ લેન્થ એટલે જે ડ્રેસની લેન્થ ગોંઠણથી નીચે હોય. મોડ લેન્થમાં બે જાતના ફિટિંગ આવે છે એક બોડી હગિંગ અને લુઝ ફિટ. બોડી હગિંગ ફિટ લાંબી પાતળી યુવતીઓ પર ખૂબ જ સુંદર લાગે છે. જે લુઝ ફિટ ડ્રેસ છે તેમાં કમર પર બેલ્ટ પહેરી એક અલગ લુક આપી શકાય. બેલ્ટ પાતળો પહેરવો કે બ્રોડ પહેરવો તે તમારી બોડી ટાઈપ મુજબ ડિસાઈડ કરી શકાય. મીડ લેન્થ ડ્રેસમાં સ્ટ્રાઈપ પણ ખૂબ સુંદર લાગે છે. સ્ટ્રાઈપની બ્રોડનેસ તમે તમારી પસંદગીની લઇ શકો. જો તમને બોડી હગિંગ ડ્રેસ પહેરવાથી ક્ષોભ થતો હોય તો તમે ટ્રાન્સપરન્ટ લોન્ગ કેપ ટોપ પહેરી શકો. મીડ લેન્થ સ્ટ્રાઈપ પ્રિન્ટ ડ્રેસમાં તમે કંઈક હટકે લુક આપવા માટે ડેનિમ જેકેટ પણ પહેરી શકો. ટી-શર્ટ ડ્રેસ સાથે તમે તમારી ફેશન સૂઝ સાથે ઘણું મિક્સ એન્ડ મેચ કરી શકો.

ફૂલ લેન્થ – ફૂલ લેન્થ ટી- શર્ટ ડ્રેસ એટલે જે ડ્રેસની લેન્થ એન્કલ સુધી હોય. આ ડ્રેસમાં એક સાઈડ પર લોન્ગ સ્લીટ હોય અથવા બેક સાઈડમાં સ્લીટ હોય છે. ફુલ લેન્થના ડ્રેસ પ્લેન કલરમાં તો સારા લાગે જ છે પરંતુ ફુલ લેન્થ ડ્રેસમાં સ્ટ્રાઈપ અને ફ્લોરલ પ્રિન્ટ પણ એટલી જ સુંદર લાગે છે. ફુલ લેન્થ ડ્રેસ પહેર્યાં પછી તમારા બોડીનો હૂબહૂ શેપ દેખાશે. તેથી તમે જો કમ્ફર્ટેબલ ન હોવ તો ફુલ લેન્થ ડ્રેસ ન પહેરવા. ફુલ લેન્થ ટી-શર્ટ ડ્રેસ પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે. આમ તો ફુલ લેન્થ ડ્રેસ કેઝ્યુઅલ લુક આપે છે પરંતુ તમારી ફેશન સૂઝ મુજબ તમે ફુલ લેન્થ ડ્રેસને એક ફોર્મલ લુક આપી શકો.

ટી-શર્ટ ડ્રેસ સાથે તમે ફુલ લેન્થ લેગિંગ્સ અથવા થ્રિ-ફોર્થ લેગિંગ્સ પણ પહેરી શકો. અથવા તો શોર્ટ ડ્રેસ સાથે એન્કલ લેન્થ લેગિંગ્સ અથવા ડેનિમ પણ પહેરી શકાય. ટી-શર્ટ ડ્રેસ સાથે સ્નીકર્સ, સ્પોર્ટ્સ શૂઝ, અથવા બૂટ્સ તમારા ઓવર ઓલ લુકને એન્હાન્સ કરી શકશે. ટી શર્ટ ડ્રેસ સાથે ક્રોસ બેગ અથવા સ્કાઈ બેગ્સ સારી લાગશે.વાળમાં સોફ્ટ કર્લ્સ કે મેસી બન સારો લાગશે. અથવા ઓપન હેર અને તેની સાથે બ્રોડ હેર બેન્ડ એક ફાઈન કેઝ્યુઅલ લુક ક્રિએટ કરી શકે. અને આજ ટી-શર્ટ ડ્રેસમાં જો તમને હાઈ હિલ્સ અને ફોર્મલ બેગ કેરી કરો તો એક ફોર્મલ લુક આપી શકાય. ફોર્મલ લુક માટે તમે જેકેટ કે કેપ ટોપ પહેરી શકો. ટી-શર્ટ ડ્રેસ એટલા સિમ્પલ હોય છે કે, એક્સેસરીઝની મદદ વડે તમે તમારો મનગમતો લુક ક્રિએટ કરી શકો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button