કોલ્ડપ્લે કોન્સર્ટમાં કંપનીના સીઈઓ અને એચઆર હેડનો વીડિયો થયો વાઈરલ… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

કોલ્ડપ્લે કોન્સર્ટમાં કંપનીના સીઈઓ અને એચઆર હેડનો વીડિયો થયો વાઈરલ…

અમેરિકાના મેસાચુસેટ્સના ફોક્સબોરો સ્થિત જિલેટ સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટમાં કંઈક એવું થયું હતું કે જેની ચર્ચા હાલમાં સોશિયલ મીડિયા પર થઈ રહી છે. એટલું જ નહીં પણ આ ઘટનાના મીમ્સ પણ વાઈરલ થઈ રહ્યા છે. નેટિઝન્સ આ ઘટનામાં પણ હ્યુમર શોધી રહ્યા છે. ચાલો તમને આ વિશે જણાવીએ…

વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર આ કોલ્ડપ્લે કોન્સર્ટનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કોન્સર્ટના સિંગર ક્રિસ માર્ટિન એક કપલની તરફ ઈશારો કરે છે અને તેણે એક કપલ તરફ ઈશારો કર્યો.

આપણ વાંચો: 89 વર્ષીય દિગ્ગજ હીરો ધર્મેન્દ્રને આ શું થઈ ગયું? વીડિયો વાઈરલ થતાં ફેન્સે કહ્યું પ્લીઝ…

બસ પછી તો પૂછવું જ શું તરત જ કેમેરા એ કપલ તરફ વળી ગયા અને સ્ક્રીન પર એક કપલ એકબીજાને હગ કરતું જોવા મળ્યું હતું. હવે તમને થશે કે આમાં શું ખાસ છે? બટ કહાનીમાં ટ્વીસ્ટ છે અને એના વિશે જ આગળ તમને જાણવા મળશે.

વીડિયોમાં દેખાઈ રહેલું આ કપલ બીજું કોઈ નહીં પણ એક જાણીતા ટેક ટાયકૂન અને એમની કંપનીની એચઆર હેડ હતી. કોન્સર્ટ દરમિયાન વાઈરલ થઈ રહેલાં આ વીડિયોએ સોશિયલ મીડિયા પર એક નવો જ વિવાદ ઊભો કર્યો છે.

આ ક્લિપમાં જાણીતી ટેક કંપની એસ્ટ્રોનોમરના સીઈઓ એન્ડી બાયરન કંપનીના સીઈઓ એન્ડી બાયરન અને કંપનીની ચીફ પીપલ ઓફિસર ક્રિસ્ટિન કૈબોટને પાછળથી ગળે લગાવતા જોવા મળી રહ્યા છે.

આપણ વાંચો: હાય હાય યહ મજબૂરીઃ ટ્રેનના ફૂટબોર્ડ પર યુવતીનો જોખમી પ્રવાસ, વીડિયો વાઈરલ

ક્રિસે જેવું કહ્યું કે અરે આ બંનેને જુઓ તો ખરા કે તરત જ મોટી સ્ક્રીન પર એન્ડી અને કૈબોટના ચહેરા ઝળકવા લાગ્યા. બંનેને જેવો ખ્યાલ આવ્યો કે બંને એક સાથે વીડિયોમાં દેખાઈ રહ્યા છે તો તરત જ એન્ડીએ કૈબોટનો હાથ છોડી દીધો અને એન્ડી પણ હાથથી પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરવા લાગી.

હાલમાં સોશિયલ મીડિયા પર એન્ડી અને કૈબોટના વીડિયો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે અને બંનેના અફેયરની વાતો થવા લાગી હતી. આ વીડિયો વાઈરલ થયા બાદ કોલ્ડપ્લે કોન્સર્ટ, એન્ડી બાયરન અને કેમની એચઆર હેડની સાથે જ તેની એસ્ટ્રોનોમર કંપનીના એચઆર સેક્શનની બીજી એક મહિલા ઓફિસર કે જેની ઓળખ એલિસા સ્ટોડર્ડ પણ ચર્ચામાં છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર જાત જાતના મીમ્સ પણ વાઈરલ થઈ રહ્યા છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button