
થોડાક દિવસ પહેલાં જ બીજી ઓગસ્ટના સૂર્યગ્રહણ અને 6 મિનિટ માટે ધોળા દિવસે ધરતી પર અંધકાર છવાઈ જશે એવા અહેવાલો વાંચવા મળ્યા હતા. આ અહેવાલો બાદ લોકોમાં એ વાતે કન્ફ્યુઝન થઈ ગયું છે કે આ વખતે સૂર્યગ્રહણ બીજી ઓગસ્ટના છે કે 21મી સપ્ટેમ્બરના? તો તમારી જાણ માટે કે આ વખતે સૂર્યગ્રહણ 21મી સપ્ટેમ્બરના દિવસે છે નહીં કે બીજી ઓગસ્ટના. બીજી ઓગસ્ટના સૂર્યગ્રહણના જે અહેવાલો છે એ 2027માં લાગનારા ગ્રહણના છે.
મળતી માહિતી મુજબ બીજી ઓગસ્ટ, 2027ના થનારા સૂર્યગ્રહણની વાત કરીએ તો તે એક ખગોળીય ઘટના છે, જે આગામી 100 વર્ષમાં નહીં જોવા મળે, જેને કારણે અત્યારથી જ તેની ચર્ચા થઈ રહી છે. પરંતુ વાત કરીએ આ વખતે 21મી સપ્ટેમ્બરના લાગનારા વર્ષના બીજા અને અંતિમ સૂર્યગ્રહણની તો તે પિતૃપક્ષની અમાવસ્યા પર થશે. ગ્રહણ હોવા છતાં પણ આ દિવસે શ્રાદ્ધ અને પિતૃ તર્પણ કરી શકાશે. આ દિવસે પિતૃઓને દાન કરવું જોઈએ અને એનાથી પિતૃઓને તૃપ્ત થાય છે.
વૈદિક પંચાગ વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ 21મી સપ્ટેમ્બરના લાગશે. આ ગ્રહણની શરૂઆત 21મી સપ્ટેમ્બરના રાતે 11 વાગ્યાથી થશે અને 22મી સપ્ટેમ્બરના સવારે 3.24 મિનિટ સુધી રહેશે. આ એક આંશિક સૂર્યગ્રહણ હશે જે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફિઝી, ન્યુઝીલેન્ડ અને એટલાન્ટિક મહાસાગરમાંથી જોવા મળશે.
સૂર્યગ્રહણ 21મી સપ્ટેમ્બરના લાગનારા સૂર્યગ્રહણના દિવસે ચંદ્રમા કન્યા રાશિમાં હશે, એટલે આ ગ્રહણ બુધ ગ્રહની રાશિ કન્યા અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં લાગવા જઈ રહ્યું છે, જેને કારણે આ ગ્રહણની અમુક રાશિઓ પર અસર જોવા મળશે. ભારતમાં આ ગ્રહણ નથી દેખાવવાનું એટલે સૂતક કાળ નહીં માન્ય હોય કે ન તો આનું કોઈ ધાર્મિક મહત્ત્વ હશે.