છ મહિનામાં 20 લોકોને ડેટ કરી ગિફ્ટમાં માંગ્યા iPhone, પછી જે કર્યું એ તો તમે સ્વપ્નેય… | મુંબઈ સમાચાર

છ મહિનામાં 20 લોકોને ડેટ કરી ગિફ્ટમાં માંગ્યા iPhone, પછી જે કર્યું એ તો તમે સ્વપ્નેય…

પ્રેમ આંધળો હોય છે એ કહેવત તો આપણે બધાએ સાંભળ્યું છે, પણ આજે અમે અહીં તમને એના જીવતા જાગતા ઉદાહરણ સમાન કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચીનની મહિલાએ એક-બે નહીં 20-20 લોકોને ડેટ કરીને તેમની પાસેથી ગિફ્ટમાં આઈફોન માંગ્યા.

અહીંયા સુધી સ્ટોરીમાં બધું બરાબર હતું, પણ આઈફોન મળ્યા બાદ તેણે જે કર્યું એ સાંભળીને તો તમારું માથું ચકરાઈ જશે. ચીની સોશિયલ મીડિયા પર આ ડેટિંગ ગર્લની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ચાલો તમને જણાવીએ આખી સ્ટોરી-

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ચીનમાં હાલમાં જ એક નવો સ્કેમ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ છોકરી બનીને લોકો સાથે ડેટ કરીને તેમની પાસેથી પૈસા પડાવતી હતી. આ વ્યક્તિ સિસ્ટર હાંગના નામથી ચીનમાં ખૂબ જ વાઈરલ થઈ રહી છે. આ સિસ્ટર હાંગના સ્કેમે ચીનમાં લોકોનું ધ્યાન જૂના કિસ્સા તરફ દોર્યું છે.

આપણ વાંચો: બે દાયકાનો લગ્ન સંબંધ તોડી 14 વર્ષ નાની છોકરીને ડેટ કરી રહ્યો છે આ અભિનેતા, લગ્ન વિના બન્યો બે સંતાનનો પિતા

નવ વર્ષ પહેલાં સિસ્ટર હાંગની જેમ જ એક મહિલા કેટલાક લોકોને ડેટ કરીને તેણે તેમની પાસેથી ગિફ્ટમાં મોંઘા મોંઘા આઈફોન માંગ્યા હતા. આ આઈફોન વેચીને તેણે પોતાનું એક ઘર ખરીદી લીધું. સિસ્ટર હાંગના કેસ બાદ લોકો 9 વર્ષ જૂની ઘટનાને યાદ કરી રહ્યા છે અને એ મહિલાને સિસ્ટર હાંગની ગુરુ ગણાવી રહ્યા છે.

આ સ્ટોરી લોકોને ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ લાગી રહી છે, કારણ કે એ મહિલાએ છ મહિનામાં 20 લોકોને ડેટ કરીને તેમની પાસએથી 20 આઈફોન પડાવી લીધા હતા. ત્યાર બાદ મહિલાએ આ તમામ ફોન વેચીને 17,000 ડોલર એટલે કે આશરે 15 લાખ રૂપિયામાં એક ફ્લેટ માટે એડવાન્સ પેમેન્ટ કરી દીધું.

આપણ વાંચો: કપૂર ખાનદાનના ચિરાગ બાદ હવે આ કોને ડેટ કરી રહી Tara Sutaria, કમેન્ટને કારણે અફવાઓનું બજાર ગરમ…

2016ના એક રિપોર્ટ અનુસાર મહિલાની ઓળખ તો જાહેર નહોતી કરવામાં આવી પણ તે શેન્ઝેનમાં એક કંપનીમાં ઓછા પગારે ક્લર્ક તરીકે નોકરી કરી રહી હતી. એક ઓર્ડિનરી ક્લર્કે જ્યારે સોશિયલ મીડિયા પર પોતે એક ઘર ખરીદ્યું છે એની જાણકારી શેર કરી તો લોકોને શંકા થઈ.

બાદમાં આ મહિલાના સહકર્ચારીઓને જાણ થઈ કે મહિલાએ છ મહિનામાં 20 પુરુષને ડેટ કરીને તેમની પાસેથી 20 આઈફોન પડાવી લીધા હતા અને આ તમામ આઈફોનને વેચીને તેણે ફ્લેટના એડવાન્સ પેમેન્ટ માટે કર્યો હતો.

તે ઓનલાઈન આ ફોન વેચી દેતી હતી. મહિલાના આ સહકર્મચારીએ દાવો કર્યો હતો કે અમે વિચાર્યું પણ નહોતી કે તે આવી હશે. તે ખૂબ જ હેપ્પી અને અમારી સાથે એકદમ હળીમળી જતી હતી. અમને આશા નહોતી કે તે પૈસા માટે આવું કરશે.

છે ને એકદમ અજબ પ્રેમ કી ગજબ કહાની જેવો કિસ્સો? આવી જ બીજી અજબગજબની સ્ટોરી વાંચવા અને જાણવા અમારી સાથે જોડાયેલા રહો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button