પડોશી દેશના લોકો ભારતને કયા નામે બોલાવે છે? સાંભળીને વિશ્વાસ નહીં થાય…

ભારતના પડોશી દેશ કહીએ એટલે સૌથી પહેલાં મગજમાં આવે પાકિસ્તાન અને ત્યાર બાદ ચીનનું નામ. આપણે અહીં જે પડોશી દેશની વાત કરી રહ્યા છીએ એ છે ચીન. ચીનના લોકો ભારતને અલગ નામથી બોલાવે છે અને તમને આ નામ વિશે જાણીને ચોક્કસ જ આશ્ચર્ય થશે. ચાલો તમને જણાવીએ-
ભારત અને પડોશી ગેશ ચીનનો ઈતિહાસ ખૂબ જ જૂનો છે અને અહીંની સભ્યતા વિશ્વની પુરાતનતમ સભ્યતાઓમાંથી એક છે. બંને દેશો વચ્ચે સીમા વિવાદને કારણે અવારનવાર તણાવ જોવા મળે છે. ભારત અને ચીનના સંબંધો ક્યારેક ખાટ્ટા ક્યારેક મીઠા હોય છે એકદમ સાસુ-વહુની જેમ. પરંતુ ખૂબ જ ઓછા લોકોને વસ્તુની માહિતી છે કે ચીની લોકો ભારતને કયા નામથી બોલાવે છે.
ચીનના લોકો ભારતને ભારત જ કહીને બોલાવતા હશે એવું તમને લાગી રહ્યું હોય તો એવું નથી. ચીનના લોકો ભારતને જે નામથી બોલાવે છે એ જાણીને તમને પણ તમારી આંખો અને કાન પર વિશ્વાસ નહીં થાય. ચીની લોકો ભારતને એક વિશેષ નામથી બોલાવે છે, જેના વિશે આજે અમે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ.
તમારી જાણ માટે કે ચીની લોકો ભારતને તિયાનઝુ કે તેનઝુકના નામથી બોલાવે છે. અહીંના પ્રાચીન ગ્રંથોમાં ભારતનો ઉલ્લેખ તિયાનઝુ તરીકે કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે તિયાનઝુ શબ્દનો અર્થ સ્વર્ગ સમાન સ્થળ કે સ્વર્ગ એવો થાય છે. જોકે, તિયાનઝુ કે તેનઝુક સિવાય ભારતના બીજા પણ કેટલાક નામો પણ છે જેમ કે આર્યાવર્ત, જમ્બુદ્વિપ, હિંદુસ્તાન વગેરે વગેરે… પરંતુ ચીનીઓએ ભારતને આપેલું નામ છે ને એકદમ સૌથી નોખું અને મીઠડું?
કેટલા લોકોને ખ્યાલ હતો ચીન દ્વારા ભારતને આપવામાં આવેલા આ સુંદર નામ વિશે? તમે પણ આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી રસપ્રદ અને માહિતીસભર સ્ટોરીઝ વાંચવા માટે જોડાયેલા રહો અમારી સાથે…
આપણ વાંચો : અમરનાથ યાત્રા જવાનું પ્લાન કરી રહ્યા છો? જાણી લો રજિસ્ટ્રેશનની આખી પ્રક્રિયા…