તમે ઓફિસના બાથરૂમમાં કરો છો આવું કામ? ચીનની આ ઘટના આંખો ખોલી દેશે…

હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો કે ભાઈસાબ ઓફિસના બાથરૂમમાં એવું તે કયું કામ કરવાની વાત ચાલી રહી છે અને પડોશી દેશ ચીનમાં એવું તે શું બન્યું કે જેને કારણે આંખો ખુલી જશે. થોડા ધીરા પડો આ બધું જાણવા માટે તમારે આ સમાચાર છેલ્લે સુધી વાંચવા પડશે.
મળતી માહિતી મુજબ પડોશી દેશ ચીનની એક કંપની કર્મચારીઓની કલાકો સુધી ટોઈલેટમાં બેસી રહેવાની આદતથી પરેશાન હતી. આ કર્મચારીઓને પહેલાં વોર્નિંગ આપી હતી, પરંતુ બાદમાં તેણે એવું પગલું લીધું કે જેના વિશે કર્મચારીઓએ સ્વપ્નેય નહોતું વિચાર્યું. એટલું જ નહીં પણ કંપનીએ એવું પગલું ઉઠાવ્યું કે તેની આખી દુનિયામાં ચર્ચા થવા લાગી છે.
કંપનીએ ટોઈલેટમાં વધારે સમય વિતાવનારા કર્મચારીઓના છુપી રીતે ફોટો લીધા હતા અને આ કંપનીએ એ ફોટો શૌચાલયમાં લગાવી દીધા હતા.કંપનીએ પોતાના આ પગલાંને જસ્ટીફાય કરતાં કર્મચારીઓને પનિશમેન્ટ આપવાની રીત ગણાવી હતી.
Also read: બાથરૂમમાં આ કામ કરતી વખતે જ કેમ આવે છે સારા વિચારો, ક્યારેય વિચાર્યું છે ખરું?
દુનિયાભરમાં કંપનીના આ અજુગતા પગલાંની ટીકા કરી રહ્યા છે. સ્થાનિક અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર કંપનીએ પોતાના કર્મચારીઓ પર ટોઈલેટમાં ગેમ રમવા અને સિગારેટ પીવાનો આક્ષેપ મૂક્યો હતો. કર્મચારીઓને વારંવાર આપવામાં આવેલી ચેતવણી છાં કર્મચારીઓમાં સુધારો ના જોવા મળતાં આખરે કંપનીએ બાથરૂમમાં કેમેરા ગોઠવીને કર્મચારીઓના આ રીતે ફોટો પાડી લેવાનું નક્કી કર્યું હતું.
ચીની કંપનીઓએ કર્મચારીઓના આ વાંધાજનક ફોટો પાડીને શૌચાલયોની દિવાલ પર લગાવી દીધા હતા. કંપનીને પોતાનું આ પગલું યોગ્ય લાગ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે ગેમિંગ અને ધૂમ્રપાન કરનારા કર્મચારીઓ પર અંકૂશ લગાવવાનું ખૂબ જ જરૂરી હતું. પરંતુ આ વાત જ્યારે બહાર આવી ત્યારે સોશિયલ મીડિયા પર યુઝર્સ કંપનીના પગલાં અંગે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓના ફોટો પાડીને દિવાલ પર ચિપકાવવાના ચીનની કંપનીના આ પગલાં વિશે શું માનો છો એ અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખી જણાવો.