સ્પેશિયલ ફિચર્સ

સાવધાન! તમારા નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે? ઘરે બેઠા આ રીતે ચકાસી લો, નહીંતર…

ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને મોબાઈન નંબર એ હવે માત્ર વાતચીત કરવાનું સાધન નથી રહ્યું, પરંતુ તે તમારી ઓળખ અને બેંકિંગ વ્યવહારોનું મુખ્ય કેન્દ્ર છે. તમારા આધાર કાર્ડ સાથે કેટલા અને કયા મોબાઈલ નંબર લિંક છે તેની જાણકારી હોવી અત્યંત આવશ્યક છે. સ્કેમર્સ ઘણીવાર અન્યના નામે નકલી સિમ કાર્ડ મેળવીને સાયબર ક્રાઈમ આચરતા હોય છે. આવી સ્થિતિમાં કઈ રીતે તમે જાણી શકો છો કે તમારા નામ પર કેટલાક સિમ કાર્ડ ચાલી રહ્યા છે, એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. આ સ્ટોરીમાં જ તમને આ સવાલનો જવાબ મળશે…

ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા શરૂ કરવામાં આવેલા ટીએએફસીઓપી (TAFCOP) પોર્ટલની મદદથી તમે જાણી શકો છો કે તમારા આધાર પર કેટલા મોબાઈલ કનેક્શન કાર્યરત છે અને જરૂર ન હોય તેવા નંબરને તુરંત બંધ કરાવી શકો છો. ચાલો જોઈએ કઈ રીતે તમે આ પોર્ટલની મદદથી જાણી શકો છો કે તમારા નામ પર કેટલા સિમકાર્ડ ચાલી રહ્યા છે.

TAFCOP પોર્ટલ આ રીતે કરો ચેક
તમારા નામે કેટલાક મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે એ ચેક કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

  1. સૌથી પહેલા ટેલિકોમ વિભાગની સત્તાવાર વેબસાઈટ tafcop.dgtelecom.gov.in પર જાઓ.
  2. તમારો 10 અંકોનો મોબાઈલ નંબર દાખલ કરો અને ‘Request OTP’ પર ક્લિક કરો.
  3. તમારા મોબાઈલ પર આવેલો OTP નાખીને એને વેલિડેટ કરો.
  4. લોગ-ઈન થતાંની સાથે જ તમારા આધાર કાર્ડ પર એક્ટિવ તમામ મોબાઈલ નંબરોની યાદી સ્ક્રીન પર દેખાશે.

૨. અજાણ્યા નંબરને કેવી રીતે બ્લોક કરવા?
જો યાદીમાં એવો કોઈ નંબર દેખાય જે તમે નથી વાપરતા અથવા જે તમારો નથી, તો તમે તેને રિપોર્ટ કરી શકો છો:

વિકલ્પોની પસંદગી: જે નંબર બંધ કરવો હોય તેની સામે “This is not my number” (આ મારો નંબર નથી) અથવા જો નંબર જૂનો હોય તો “Not required” (જરૂર નથી) પર ક્લિક કરો.

રિપોર્ટ સબમિટ: ત્યારબાદ ‘Report’ બટન પર ક્લિક કરો. સરકાર તે નંબરનું રી-વેરિફિકેશન કરશે અને જો તે શંકાસ્પદ જણાશે તો તેને કાયમી માટે બ્લોક કરી દેશે. આ સેવા માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.

તમારા નામે થતા ઓનલાઇન બેંકિંગ ફ્રોડ અને OTP ચોરીનું જોખમ ઘટી જાય છે. ઓળખની ચોરી (Identity Theft): કોઈ ગુનેગાર તમારા નામે સિમ કાર્ડ વાપરીને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે તો તમે કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તપાસ કરવાથી આ જોખમ ટળે છે. તમારા નંબર પરથી ફેક પ્રોફાઇલ બનાવીને થતા સ્કેમ અટકાવી શકાય છે.

ડિજિટલ ફ્રોડથી બચવા માટે આટલી બાબતો હંમેશા યાદ રાખવી જોઈએ. આ માટે તમારે મહિનામાં એકવાર TAFCOP પોર્ટલ પર જઈને તમારા કનેક્શન્સ ચેક કરતા રહો. આ સિવાય મારો આધાર નંબર કે મોબાઈલ OTP અજાણી વ્યક્તિ સાથે ક્યારેય શેર ન કરો. સિમ કાર્ડ ખરીદતી વખતે માત્ર વિશ્વસનીય સ્ટોરનો જ ઉપયોગ કરો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button