ટોપ ન્યૂઝસ્પેશિયલ ફિચર્સ

આવતી કાલથી બદલાઇ જશે નિયમો, FASTAG, GSTમાં શું આવશે બદલાવ જાણી લો

આજે ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી માર્ચ મહિનો શરૂ થશે. દર મહિનાની પહેલી તારીખે દેશમાં ઘણા ફેરફારો થાય છે. આવતીકાલે પણ દેશમાં ઘણા ફેરફારો થવાના છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. આ મહિને થઈ રહેલા 4 બદલાવ તમારા ખિસ્સાને અસર કરશે.

FASTAGઃ
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ફાસ્ટેગના KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરી છે. જો આ તારીખ સુધીમાં FASTAGનું કેવાયસી પૂર્ણ નહી થાય, તો તે કામ કરતું બંધ થઈ જશે પછી તમારે ટોલ પ્લાઝા પર બમણો ટેક્સ ચૂકવવો પડશે અને આગળ વધવું પડશે. આવી સ્થિતિમાં તમે આજે જ તમારું ફાસ્ટેગ કેવાયસી કરાવો.
એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છેઃ
એલપીજીના નવા ભાવ ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે નક્કી કરે છે. છેલ્લા મહિનામાં એટલે કે ફેબ્રુઆરીમાં એલપીજીની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આવી સ્થિતિમાં માર્ચ મહિનામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થઇ શકે છે.

GST નિયમોમાં આવશે બદલાવઃ
આવતીકાલ એટલે કે શુક્રવારથી GSTના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. જો કોઈ બિઝનેસમેન વાર્ષિક 5 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરે છે. તે ઈ-ચલાન વિના તેનું ઈ-વે બિલ જનરેટ કરી શકશે નહીં.

SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જે મુજબ ક્રેડિટ કાર્ડના ન્યૂનતમ દિવસના બિલની ગણતરીના નિયમો SBI બેંક દ્વારા બદલવામાં આવશે. આ ફેરફારો 15 માર્ચથી થઈ શકે છે. બેંક તમને આ વિશે ઈમેલ દ્વારા માહિતી આપશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button