CBSE Board Admit Card 2024: આ CBSE બોર્ડની પરીક્ષા એડમિટ કાર્ડ ક્યાંથી ડાઉનલોડ કરશો….
નવી દિલ્હી: CBSE બોર્ડની ધોરણ 10, 12ની પરીક્ષા આપનારા દરેક વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી તેમના એડમિટ કાર્ડની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બોર્ડ આજે ધોરણ 10માનું અને 12માનું એડમિટ કાર્ડ 2024 બહાર પાડશે. નોંધનીય છે કે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાવાની છે. વિદ્યાર્થીઓને જે પણ એડમિટ કાર્ડ મળશે તેમાં રોલ નંબર, વિદ્યાર્થીઓએ પસંદ કરેલા વિષયો, પરીક્ષા કેન્દ્ર, પરીક્ષા કોડ પરીક્ષાની તારીખો અને પરીક્ષાને લગતી અન્ય સૂચનાઓ હશે. આ ઉપરાંત જ્યારે CBSE બોર્ડની ધોરણ 10, 12 ની પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવશે, ત્યારે તે CBSE cbse.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર ઉમેદવારોને ઉપલબ્ધ થશે.
નોંધનીય છે કે CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 13 માર્ચ 2024ના રોજ પૂરી થશે. જ્યારે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 2 એપ્રિલ 2024ના રોજ સમાપ્ત થશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ એક સાથે લેવામાં આવશે. આ પરીક્ષા શિફ્ટ તમામ દિવસોમાં સવારે 10.30 થી બપોરે 1.30 વાગ્યા સુધીની રહેશે.
CBSE બોર્ડની પરીક્ષાના એડમિટ કાર્ડમાં રોલ નંબર, જન્મ તારીખ, પરીક્ષાનું નામ, ઉમેદવારનું નામ, માતાનું નામ, પિતા/વાલીઓનું નામ, પરીક્ષા કેન્દ્રનું નામ, PWDની શ્રેણી, એડમિટ કાર્ડ ID અને વિદ્યાર્થી જે વિષયોમાં પરીક્ષા આપી રહ્યો છે તેનો ઉલ્લેખ હશે. દરેક વિદ્યાર્થીઓ એ ખાસ એ બાબતનું ધ્યાન રાખવું કે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા બાદ આપેલ તમામ માહિતી ધ્યાનથી વાંચી લેવી જેથી એડમિટ કાર્ડમાં કોઈ ભૂલ હોય તો તરતજ તેઓ જાણ કરી શકો. તેમજ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને તેની એક હાર્ડ કોપી પણ પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી તમારી પાસે સાચવી રાખવી.