સ્પેશિયલ ફિચર્સ

બોલો, અહીં ગાયોના પણ બનાવવામાં આવે છે પાસપોર્ટ, કારણ જાણીને ચોંકી ઉઠશો…

શું તમે ક્યારેય વિચાર્યું છે કે માણસોની જેમ ગાયોના પણ પાસપોર્ટ હોઈ શકે? સાંભળવામાં ભલે તમને થોડું અજીબ લાગે, પરંતુ યુરોપના એક દેશમાં આ હકીકત છે. આયર્લેન્ડ (Ireland) વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા દેશોમાં સામેલ છે જ્યાં દરેક ગાય માટે કાયદેસર રીતે પાસપોર્ટ જારી કરવામાં આવે છે, જેને ‘કેટલ પાસપોર્ટ’ (Cattle Passport) કહેવામાં આવે છે.

હવે તમને થશે કે ગાયના પાસપોર્ટ બનાવીને વળી શું થશે, એને થોડી આપણે ફોરેન ટ્રિપ પર મોકલવાની છે? પણ પાસપોર્ટ એ વિદેશ પ્રવાસ માટે જ નહીં પણ બીજા કામ માટે પણ જરૂરી છે…

કેટલ પાસપોર્ટની વાત કરીએ તો આયર્લેન્ડમાં પહેલી જુલાઈ, 1996થી આ કડક નિયમ લાગુ છે. ત્યાં જન્મ લેતી દરેક ગાયને એક કાનૂની ઓળખ આપવામાં આવે છે, જે માત્ર કાગળ પૂરતી મર્યાદિત નથી પણ દેશની ખાદ્ય સુરક્ષા સાથે પણ જોડાયેલી છે. ચાલો આજે આપણે આ સ્ટોરીમાં ગાયના પાસપોર્ટમાં શું ખાસ હોય છે અને શા માટે તે જરૂરી છે એ વિશે જાણવાનો પ્રયાસ કરીશું…

આપણ વાચો: ભારતીય પાસપોર્ટ બન્યો વધુ શક્તિશાળી, જાણો હવે કેટલા દેશોમાં મળશે વિઝા-ફ્રી એન્ટ્રી?

શું જાણવા મળે છે ગાયના પાસપોર્ટમાં?

આપણા પાસપોર્ટની જેમ જ ગાયના પાસપોર્ટમાં શું વિગતો હોય છે એ જાણવાની તાલેવેલી તો તમને પણ થઈ જ ગઈ હશે, તો ચાલો જાણીએ આ વિશે. ગાયના પાસપોર્ટમાં તમને નીચે પ્રમાણેની વિગત જાણવા મળે છે-

  1. યુનિક આઈડી નંબર: દરેક ગાયનો એક અલગ ઓળખ નંબર.
  2. જન્મની વિગતો: જન્મ તારીખ, સ્થળ અને તેની નસ્લ (બ્રીડ).
  3. વંશાવલી: ગાયના માતા-પિતા અને તેની વંશાવલીની સંપૂર્ણ જાણકારી.
  4. ટ્રાવેલ હિસ્ટ્રી: ગાયને ક્યારે, ક્યાં અને કયા રસ્તે એક ખેતરમાંથી બીજા ખેતરે કે બજારમાં લઈ જવામાં આવી, તેનો સંપૂર્ણ રેકોર્ડ.

વાત કરીએ આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદાની તો તે ફૂડ સેફ્ટી છે. આ સિવાય જો કોઈ ગાયમાં બીમારી જોવા મળે અથવા માંસમાં કોઈ ખામી જણાય, તો પ્રશાસન મિનિટોમાં તેની પૂરી હિસ્ટ્રી ચેક કરી શકે છે કે તે ગાય ક્યાં ઉછરી હતી.

ફૂડ સેફટી અને બીમારી ટ્રેસિંગ સિવાય આ વ્યવસ્થાને કારણે પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કે તસ્કરી કરવી લગભગ અશક્ય બની જાય છે. આ નવી સિસ્ટમના છેલ્લાં બટ મહત્ત્વના ફાયદા વિશે વાત કરીએ તો આને કારણે પશુઓના સ્વાસ્થ્ય અને રસીકરણ પર નજર રાખવી સરળ બને છે.

આપણ વાચો: વિદેશ જવાની ઘેલછા, અમદાવાદ પાસપોર્ટ ઓફિસને દર બે મિનિટે મળી ત્રણ અરજી…

આયર્લેન્ડમાં વાછરડાના જન્મના 27 દિવસની અંદર તેનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તેના કાનમાં એક ખાસ ‘ટેગ’ લગાવવામાં આવે છે જેમાં ઓળખ નંબર હોય છે. પાસપોર્ટ વગર ગાયને વેચી શકાતી નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાતી નથી અને તેની નિકાસ પણ કરી શકાતી નથી.

આયર્લેન્ડ આ વ્યવસ્થાને વધુ આધુનિક બનાવી રહ્યું છે. હવે ગાયોના પાસપોર્ટમાં ‘ફોટો આઈડી’ ઉમેરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે, જેથી ઓળખ વધુ પાકી થઈ શકે અને છેતરપિંડીની કોઈ ગુંજાઈશ ન રહે.

છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button