મૃત્યુ બાદ પણ જાતિ ભેદ? ‘બ્રાહ્મણ શમશાન..’ એક એવું સ્મશાન જેના ગેટ પર લખાયું છે આ વાક્ય

કેંદ્રપારા: 1950માં ગેરકાયદે સાબિત થયા બાદ પણ અહીં જાતિ ભેદ જોવા મળી રહ્યો છે. ઓડિશાના કેંદ્રપાડામાં આવેલ હજારીબાગમાં માત્ર બ્રાહ્મણઓના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો અધિકાર હોવાની જાહેરાત કરવામાં આવી છે. 1928થી બ્રાહ્મણ શમશાન કાર્યરત છે.
હાલમાં જ એક સામાજીક સંસ્થાએ આ સ્મશાનના ગેટ પર માત્ર બ્રાહ્મણોના જ અંતિમ સંસ્કાર થશે એવો બોર્ડ લગાવતા નારાજ થયેલ દલીત સમાજે સરકારને પત્ર લખ્યો છે. મને આશ્ચર્ય થાય છે કે સરકાર પણ આવી વાતોને સપોર્ટ કરી રહી છે. આ અંગે મેં હાલમાં જ સરકારને પત્ર લખી વિનંતી કરી છે કે, આ સ્મશાનભૂમીમાં તમામ હિન્દુ લોકોને કોઇ પણ જાતિ ભેદ વિના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની પરવાનગી આપવી. જોકે અધિકારીઓએ અમારી વિનંતી તરફ ધ્યાન આપ્યું નથી. એવો દાવો દલિત નેતા અને ઓડિશા દલિત સમાજ જિલ્લા યુનિટના અધ્યક્ષ નાગેન્દ્ર જેનાએ કર્યો છે.
કેટલાંક મંદિરોમાં દલિતોને વિવિધ પ્રકારના ભેદભાવ નો સામનો કરવો પડે છે. જેમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ હોય છે. તો હવે તો હદ એ વાતની છે કે મર્યા બાદ પણ અહીં જાતિ ભેદ થઇ રહ્યો છે. એમ દલીત સમાજના અગ્રણીએ કહ્યું હતું.
2019માં મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયે એક ગામમાં માત્ર દલિતો ને અલગ સ્મશાનભૂમી અપાવા બદ્દલ તામિલનાડૂ સરકાર પર ટીકા કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, દલિતો માટે અલગ સ્મશાનભૂમી આપવી એટલે જાતિ ભેદને પ્રોત્સાહન આપવા જેવી વાત છે.
ત્યારે હવે આ સ્મશાનભૂમીના બોર્ડને લઇને જાતિ વાત આધારિત વધુ એક વિવાદ ઊભો થયો છે.