રાતે સૂતા પહેલા એલચી ખાવાની ટેવ રાખજો, ફાયદામાં રહેશો!
એલચી લગભગ દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે. એલચીનો ઉપયોગ ચાથી લઈને શાકભાજી, ખીર વિવિધ મીઠાઈઓનો સ્વાદ વધારવા માટે થાય છે. જો કે, તેનો ઉપયોગ માત્ર રસોઈના સ્વાદને વધારવાનું નથી, પરંતુ તે તમને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ ઉપયોગી છે. આજે આ લેખમાં રાત્રે સૂતા પહેલા એલચી ખાવાના કેટલાક અદ્ભુત ફાયદાઓ જણાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળ્યા પછી તમે પણ આ મસાલાને તમારા આહારમાં ઉમેર્યા વિના રહી શકશો નહીં.
આ પણ વાંચો : શિયાળામાં કયા સમયે કરવું જોઈએ વૉકિંગ? કઈ બાબતોનું રાખશો ધ્યાન…
અનિંદ્રાની ફરિયાદ થઈ જશે દૂર:
આજે, મોટાભાગના લોકોને રાત્રે શાંતિથી ઊંઘ નથી આવતી કારણ કે તેમના પર કામ, સ્પર્ધા અને અન્ય પ્રકારના તણાવ ખૂબ વધી ગયા છે. યોગ્ય ઊંઘ ન મળવાથી તેની સીધી અસર દિવસ પર થાય છે. જેનાથી તેની પ્રોડકટીવિટી ઘટી જાય છે, તણાવ વધે છે અને તે ચક્ર સતત ફરતું રહે છે. એલચી તમને આવી પરિસ્થિતિઓથી રાહત આપી શકે છે. રાત્રે સૂતા પહેલા બે એલચીના દાણાને મોઢામાં નાખીને સારી રીતે ચાવી લો, પછી હૂંફાળું પાણી પીવો. નિયમિત રીતે આમ કરવાથી થોડા દિવસોમાં તમને ઘણી રાહત મળશે.
મેદસ્વિતાની સામે આપશે મદદ:
આજે, ખરાબ જીવનશૈલીને કારણે મેદસ્વિતા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. દરેક વ્યક્તિ મેદસ્વિતા એટલે કે વજનના વધારા સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને તેને કોઈને કોઇ રીતે તેને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ એલચી તમારી વધી રહી ચરબીની સમસ્યાની સામે લડવામાં તમને મદદ કરી શકે છે. તે માટે રાત્રે હુંફાળા પાણી સાથે એલચી ખાવાથી શરીરની વધેલી ચરબીને ઓછી કરવામાં ઘણી મદદ મળે છે. એલચીમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે મેદસ્વિતાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : લીંબુ કરતાં પણ વધારે ગુણકારી છે તેની છાલ, જાણો તેને ખાવાની રીત પણ
ચામડી અને વાળને પણ ફાયદો:
રાત્રે એલચી ખાવાથી પિમ્પલ્સ, ખીલ કે ત્વચા સંબંધિત અન્ય ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે. એલચીના સેવનથી સુકા અને ખરતા વાળ પણ દૂર થાય છે. રાત્રે નવશેકા પાણીમાં એલચી નાખીને પીવાથી ત્વચાની સમસ્યાઓમાં રાહત મળે છે અને ત્વચા ચમકદાર પણ બને છે. હકીકતે એલચી લોહીને શુદ્ધ કરે છે, જે શરીરના રક્ત પરિભ્રમણને સુધારે છે.
પાચનતંત્રને પણ ફાયદો:
કબજિયાત, એસિડિટી અથવા અપચો જેવી પેટ સંબંધિત તમામ સમસ્યાઓને દૂર કરવામાં પણ એલચી ઘણી મદદરૂપ સાબિત થાય છે. . રાત્રે સૂતા પહેલા એલચીનું સેવન કરવાથી પાચન સંબંધી તમામ સમસ્યાઓથી રાહત મળે છે અને પાચનતંત્ર મજબૂત બને છે. પેટમાં દુખાવો, ખેંચાણ કે ડાયેરિયાના કિસ્સામાં પણ એલચીનું સેવન ફાયદાકારક સાબિત થાય છે.
આ પણ વાંચો : સાબદા રહેજો, મીઠા ઉજાગરા ક્યાંક કડવા ન બની જાય…