સ્પેશિયલ ફિચર્સ

ટ્રેનમાં ઘી લઈ જઈ શકાય? શું કહે છે રેલવેનો નિયમ? જાણી લેશો તો ફાયદામાં રહેશો…

ભારતીય રેલવે એ દુનિયાનું સૌથી વિશાળ ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. રેલવે ટ્રેનમાં પ્રવાસ કરવાના કેટલાક નિયમ હોય છે, જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે. આજે અમે અહીં તમને રેલવેના આવા જ એક નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ નિયમ છે ટ્રેનમાં ઘી લઈ જઈ શકાય કે નહીં?

ટ્રેનમાં ઘી લઈ જવા માટે અલગથી નિયમ બનાવવામાં આવ્યો છે. જે જાણી લેવો તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે. અનેક લોકોનું માનવું છે કે ટ્રેનમાં ઘી લઈને જઈ શકાય છે તો વળી કેટલાક લોકોનું એવું માનવું છે કે ટ્રેનમાં ઘી ના લઈ જઈ શકાય. બંનેમાંથી શું સાચું છે ચાલો જાણી લઈએ.

આ પણ વાંચો: Indian Railwayની ટ્રેનો રાતના સમયે કેમ ફૂલસ્પીડમાં દોડે છે? 99 ટકા લોકોને નથી ખબર સાચું કારણ…

પહેલાં તો તમારી જાણ માટે કે ઘીનો સમાવેશ જ્વલનશીલ પદાર્થોમાં કરવામાં આવે છે એટલે અનેક જગ્યાએ ઘી લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો ભારતીય રેલવેની વાત કરીએ તો એને લઈ જવા માટેના કેટલાક ખાસ નિયમો છે, જેનું પાલન કરવું આવશ્યક છે. તમને જણાવીએ કે કયા સંજોગોમાં તમે ટ્રેનમાં ઘી લઈ જઈ શકો છો.

ટ્રેનમાં તેલ, પેન્ટ અને ઘી જેવી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ હોય છે. પણ ઘી લઈ જવા માટે રેલવે દ્વારા કેટલીક મર્યાદાઓ અને શરતો મૂકવામાં આવી છે. આ શરત પ્રમાણે કોઈ પણ પ્રવાસી પોતાની સાથે ટ્રેનમાં 20 કિલો જેટલું ઘી લઈ જઈ શકે છે. પરંતુ જે ઘી લઈ જાવ છો એ બરાબર પેક હોવું જોઈએ. ટીનમાં વ્યવસ્થિત રીતે પેક કરેલું 20 કિલો જેટલું ઘી પ્રવાસી ટ્રેનમાં લઈ જઈ શકે છે.

આ પણ વાંચો: Indian Railwayની આ ખાસ સુવિધા વિશે જાણો છો? આજે જ જાણી લો, પછી કહેતા નહીં કે…

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? જેથી ભવિષ્યમાં તમે કે તમારા નજીકના લોકો કોઈ મુશ્કેલી ના મૂકાય. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button