
સરસમજાનું ચોમાસું દેશભરમાં જામ્યું છે અને લોકો પિકનિકના પ્લાનિંગ્સ કરી રહ્યા છે. વરસાદમાં ભીંજાવું, મોજ-મસ્તી કરવી કોને ના ગમે, પણ શું તમે વિચાર્યું છે કે વરસાદનું પાણી પી શકાય ખરું? આપણામાંથી અનેક લોકો દેખાવમાં એક ચોખું લાગતું પાણી પી શકાય એવું અનેક લોકો માનતા હોય છે. જો તમે પણ આવું માનો છો તો જરા થોભી જાવ, કારણ કે હકીકત કંઈક અલગ છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું. ચોમાસામાં વરસાદનું પાણી પીવાલાયક હોય છે કે નહીં આ સવાલનો જવાબ 99 ટકા લોકોને ખબર નથી. આજે આપણે આ પાછળનું ગણિત સમજવાનો પ્રયાસ કરીશું.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ડિસ્ટિલ્ડ વોટરને સાફ પાણી કહેવાય છે, કારણ કે તે વરાળથી બનાવવામાં આવે છે. આ જ કારણ છે કે આ પાણીની અશુદ્ધિઓ દૂર થઈ જાય છે. હવે વરસાદનું પાણી પણ ધરતી પરથી વરાળ થઈને જ વાદળોમાં જમા થાય છે અને બાદમાં વરસાદ તરીકે ધરતી પર પાછું ફરે છે. આવી સ્થિતિમાં ચોમાસાના વરસાદનું પાણી પી શકાય એવું અનેક લોકો માને છે. પરંતુ હકીકતમાં એવું નથી.
એવું કહેવાય છે કે વરસાદનું પાણી પણ ડિસ્ટિલ્ડ પાણીની જેમ વરાળ થઈને વાદળમાં ભેગું થાય છે, તો પછી આ પાણી કેમ શુદ્ધ, પીવાલાયક નથી? આ સવાલનો જવાબ કંઈક આવો છે. ડિસ્ટિલ્ડ વોટરને ખુલ્લી જગ્યાઓમાં નથી તૈયાર કરવામાં આવતું એટલે તે સુરક્ષિત છે. જ્યારે ચોમાસાનું પાણી વાદળમાં કણ તરીકે ભેગુ થાય છે અને જમીન પર આવે છે ત્યારે તેમાં અશુદ્ધિઓ હોય છે.
જ્યારે વરસાદ સ્વરૂપે આ પાણી ધરતી પર પડે છે ત્યારે તેમાં ધૂળ, માટી, ઝેરી ગેસ, કીટાણુ વગેરે પણ ભળે છે અને આ જ કારણ છે કે ચોમાસાનું પાણી સીધું પીવાલાયક નથી હોતું. વરસાદનું પાણી ભલે સાફ દેખાતું હોય પણ તેને પીવું ના જોઈએ, કારણ કે પાણીમાં રહેલી અશુદ્ધિઓ નરી આંખે જોઈ શકાતી નથી અને તે તપાસ બાદ જ ખબર પડે છે.
આપણા વડીલો આપણને ચોમાસાના પહેલાં વરસાદમાં ન્હાવાની ના પાડતા હોય છે અને બીમાર પડી જવાનો ડર પણ બતાવતા હોય છે એનું કારણ જ એ છે કે આ વરસાદના પાણીમાં વાતાવરણની ગંદકી, પ્રદૂષણના કણ હોય છે જે શરીરને બાહ્ય અને આંતરિક બંને રીતે નુકસાન પહોંચાડે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…