…. તો મોબાઈલ પર નંબર નહીં સીધું નામ દેખાશે, જાણી લો એટુ ઝેડ વિગતો

મોબાઈલ ફોન એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગયા છે. પહેલાંના સમયમાં રોટી, કપડાં ઔર મકાન એમ ત્રણ બેઝિક જરૂરિયાત હતી, હવે તેમાં મોબાઈલ ફોન પણ ઉમેરાઈ ગયું છે. મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી વખતે ઘણી વખત એવું બને છે કે તમારા ફોનમાં નંબર સેવ હોતા નથી અને એને કારણે જ કોણ ફોન કરે છે એ જાણવું અઘરું થઈ પડે છે. પરંતુ હવે તમારી આ સમસ્યા ટૂંક સમયમાં જ ઉકેલાઈ જશે. હવે ટૂંક સમયમાં જ તમારા ફોન પર નંબર સાથે નામ પણ જોવા મળશે, આવો જોઈએ કઈ રીતે આ શક્ય બનશે એ-
મળી રહેલી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં જ તમારા ફોન પર નંબર નહીં નામ સાથે કોલ આવવાની શરૂ થશે. ડોટ (DoT) ટેલિકોમ ઓપરેટર્સને કોલર નેમ ડિસ્પ્લે સિસ્ટમનું ટ્રાયલ શરૂ કરવા જણાવ્યું છે. કોલર નેમ પ્રેઝેન્ટેશન (CNAP)ને આખા દેશમાં રોલઆઉટ કરવામાં આવશે. આ ફીચરને કારણે લોકોને ખૂબ જ મદદ મળશે.
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે આ ફીચરને આગામી કેટલાક મહિનામાં રોલ આઉટ કરવામાં આવી શકે છે. આ પગલું લોકોને સાઈબર ફ્રોડથી બચાવવા માટે લેવામાં આવી રહ્યું છે. છેલ્લાં કેટલાક સમયથી દેશમાં સાઈબર ફ્રોડના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. ડોટ દ્વારા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને ઈન્ટર ઓપરેટર સીએનએપી ટ્રાયલ પૂરું કરીને 18મી એપ્રિલના આ વિશે વિસ્તારથી રિપોર્ટ સબમિટ કરવાનું જણાવ્યું છે.
હાલમાં આ ટ્રાયલ હરિયાણા અને મહારાષ્ટ્રમાં શરૂ કરવામાં આવ્યું છે. જિયો અને એરટેલ દ્વારા પોતાનું આ ટેસ્ટ પૂરું કરી લેવામાં આવ્યું છે અને વીઆઈ પણ ટૂંક સમયમાં જિયો અને એરટેલ સાથે ટ્રાયલ શરૂ કરશે. શરૂઆતમાં આ સુવિધાનો ફાયગો 4જી અને 5જી યુઝર્સને મળશે. ટુજી સબ્સ્ક્રાઈબર્સને આ ફીચરનો ફાયદો ઉઠાવવા માટે લાંબી રાહ જોવી પડી શકે છે.
વીઆઈ, એરટેલ અને આઈએમએસ ટેક્નોલોજીને દેશભરમાં લાગુ કરવા માટે નોકિયા સાથે પાર્ટનરશિપ કરી છે. આ એક આવશ્યક ટેક્નોલોજી છે, જે સીએનએપી અને સ્પેમ ડિટેક્શન જેવા બીજા ઈનાલિટિક્સનો પાયો છે. આ સિવાય જિયો પોતાની સીએનએપી ટેક્નોલોજી તૈયાર કરી રહ્યું છે.
આ પણ વાંચો : તમને પણ WhatsApp પર મેસેજ મોકલવામાં મુશ્કેલી પડી રહી છે? પહેલાં આ વાંચી લો…