પીપળે પાણી રેડવાથી શનિદેવ થશે પ્રસન્ન, જાણો કયા ઉપાયો સાડાસાતીથી બચાવશે.. | મુંબઈ સમાચાર

પીપળે પાણી રેડવાથી શનિદેવ થશે પ્રસન્ન, જાણો કયા ઉપાયો સાડાસાતીથી બચાવશે..

આપણી સંસ્કૃતિમાં અનેક છોડ તથા વૃક્ષોને પવિત્ર ગણી તેની પૂજા-અર્ચના કરવાનો રિવાજ છે. આવું જ એક પવિત્ર વૃક્ષ છે પીપળો. જેના વિશે એવી પૌરાણિક માન્યતા છે કે તેના પર દેવતાઓનો વાસ છે. પીપળાની પૂજા કરવાથી જીવન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે પીપળાના મૂળમાં ભગવાન બ્રહ્મા રહે છે, ભગવાન વિષ્ણુ દાંડીમાં રહે છે અને શિવ ટોચ પર રહે છે.

આ જ પીપળાના ઝાડને નિયમિત પાણી પાવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે અને સાડાસાતી સહિતના દોષોમાંથી મુક્તિ મળે છે. આ સિવાય પણ અન્ય ઘણા ઉપાયો છે જેનાથી શનિદેવની કૃપા મેળવી શકાય છે. શનિવારે પીપળના ઝાડની પ્રદક્ષિણા કરતી વખતે કાચા કપાસનો દોરો સાત વાર વીંટાળવો. પરિક્રમા કરતી વખતે શનિદેવનું ધ્યાન ધરવું.

જો તમારી કુંડળીમાં શનિ અશુભ પરિણામ આપે છે અથવા જો તમે શનિના ઢૈયા અથવા સાડા સાતીથી પરેશાન છો તો તમારે શનિવારે જળ અર્પણ કરીને પીપળાના વૃક્ષની સાત વખત પ્રદક્ષિણા કરવી જોઈએ. પીપળનું વૃક્ષ આયુષ્ય આપનાર માનવામાં આવે છે. ધનની દેવી લક્ષ્મી શનિવારે પીપળાના વૃક્ષ પર રહે છે.એવું માનવામાં આવે છે કે નાણાકીય સમસ્યાઓ દૂર કરવા માટે વ્યક્તિએ ગુરુ અને શનિવારે પીપળાને જળ અર્પણ કરવું આવશ્યક છે. શનિ દેવની કૃપા મેળવવા માટે સત્કર્મ કરો. દીન દુખિયાની સેવા કરો. વૃદ્ધની સેવા કરો. રોગીષ્ટની સેવા કરો, ગાય અને કૂતરાને ખવડાવો આ તમામ કર્મથી શનિની કૃપા મળે છે.

Back to top button