નવરાત્રિમાં આઠમ અને નોમના દિવસે કરો આ વસ્તુની ખરીદી, રહેશો ફાયદામાં…
હાલમાં હિંદુઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ નવ દિવસ દરમિયાન ભક્તો માતા દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને એમની આરાધના કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર નવરાત્રિનો તહેવાર માતા દુર્ગાની પૂજા અને શક્તિની ઉપાસના સાથે સંકળાયેલો હોય છે. આ સમયે વિભિન્ન ધાર્મિક અને આસ્તિક અનુષ્ઠાન અને કાર્યોનું આયોજન કરવામાં આવે છે. આ અવસરે ઘણી વસ્તુઓની ખરીદીને શુભ માનવામાં આવે છે. આજે અમે અહીં કેટલીક એવી વસ્તુઓની યાદી લઈને આવ્યા છીએ કે નવરાત્રિના દિવસોમાં ખરીદી કરવાનું શુભ માનવામાં આવે છે. આ પાછળ એવી માન્યતા છે કે આ સમયે ખરીદવામાં આવેલા વસ્ત્રો અને સામગ્રી ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવામાં નિમિત્ત બને છે.
સિલ્વર કોઈન: નવરાત્રિના દિવસોમાં ચાંદીનો સિક્કો ખરીદવો ખુબ જ શુભ માનવામાં આવે છે. આ પાછળ એવી માન્યતા પ્રવર્તે છે કે આવું કરવાથી વ્યક્તિના જીવનમાંથી ચંદ્રદોષ અને અન્ય પરેશાનીઓ દૂર થાય છે અને સુખ શાંતિનું આગમન થઈ જાય છે.
પિત્તળનો કળશ: ચાંદી બાદ નવરાત્રિના દિવસોમાં પિત્તળના કળશની ખરીદ કરવાનું પણ ખુબ જ શુભ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે એવું કરવાથી ઘરમાં ત્રિદેવનો વાસ રહે છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે તેને કારણે ગ્રહદોષમાંથી પણ મુક્તિ મળી શકે છે.
કોસ્મેટિક્સ ખરીદો જી હા, નવરાત્રિમાં શણગારની એટલે કે કોસ્મેટિકની ખરીદી કરવાનું પણ શુભ માનવામાં આવે છે. આ સામગ્રી ખરીદીને નોમના દિવસે ચઢાવવી સૌભાગ્યની પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.
નાડાછડી: આપણે ત્યાં નાડાછડીને ખુબ જ શુભ માનવામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને નવરાત્રિમાં તો નાડાછડી ખરીદવી અને પહેરવાનો અર્થ એવો થાય છે કે માતા દુર્ગાના આશીર્વાદની પ્રાપ્ત થાય છે અને એને ખુબ જ શુકનિયાળ માનવામાં આવે છે.
કપડાં ખરીદો: લાલ કે ગુલાબી રંગના વસ્ત્રને નવરાત્રિમાં પહેરવા શુભ માનવામાં આવે છે. આ માતા રાનીની કૃપાની પ્રાપ્તિ માટે છે. વાહન પણ ખરીદી શકાય જી હા આપણે ત્યાં દશેરા દિવાળીના દિવસે નવી વસ્તુ કે નવું વાહન ખરીદવાનું ચલણ છે. પરંતુ નવરાત્રિ દરમિયાન પણ નવા વાહનની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. આને કારણે સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આ સિવાય ઘર કે અન્ય કોઈ મોટી પ્રોપર્ટી ખરીદવાનું શુભ માનવામાં આવે છે.