નેશનલસ્પેશિયલ ફિચર્સ

આ ઉદ્યોગપતિ Mukesh Ambaniને પાછળ મૂકીને બન્યા India’s Richest Person

વાત જ્યારે દેશ-દુનિયાના ધનવાન ઉદ્યોગપતિની થઈ રહી હોય તો એમાં ભારતીય ઉદ્યોગપતિ Mukesh Ambani, Gautam Adani, Ratan Tata સહિતના અનેક ઉદ્યોગપતિઓના નામ મોઢા પર આવી જાય. હાલમાં જ ભારતના 334 જેટલા અબજોપતિઓની યાદી બહાર પાડવામાં આવી હતી અને આ યાદીમાં મુકેશ અંબાણીને પાછળ છોડીને ગૌતમ અદાણી ટોપ પર પહોંચી ગયા છે. આ સાથે જ ગૌતમ અદાણી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. બીજા નંબરે મુકેશ અંબાણી અને ત્રીજા નંબરે શિવ નાદરનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલી જ વખત હરુન રિચલ લિસ્ટ-2024માં 300થી વધુ ભારતીય ઉદ્યોગપતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.

2024ની આ યાદીમાં ખૂબ જ મોટો ઉછાળો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં આ લિસ્ટમાં 1500થી વધુ વ્યક્તિઓની કુલ સંપત્તિ રૂપિયા 1000 કરોડથી વધુ છે. સાત વર્ષ પહેલાંની સરખામણીએ તેમાં 150 ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. હારુન ઈન્ડિયાએ કુલ 1,539 અતિ ધનવાન વ્યક્તિઓની ઓળખ કરી છે, જે ગયા વર્ષની સરખામણી 220નો ઉલ્લેખનીય વધારો દર્શાવે છે.

Gautam Adani becomes asias richest man



હારુન રિચ લિસ્ટ 2024માં 1500થી વધુ વ્યક્તિઓનો સમાવેશ પહેલી જ વખત કરવામાં આવ્યો છે અને આ આંકડો પણ છેલ્લાં પાંચ વર્ષની સંખ્યાએ 85 ટકા જેટલો વધારે છે. આ લોકોની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયાથી વધારે છે. આ ઉપરાંત પહેલી જ વખત આ લિસ્ટમાં 334 અબજોપતિઓઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમની પાસે અબજોની સંપત્તિ છે.

ગૌતમ અદાણી અને તેમના પરિવારે આ યાદીમાં ટોચનું સ્થાન હાંસિલ કર્યું છે. એમની પાસે 11.6 લાખ કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર તેમની સંપત્તિમાં 95 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને એને કારણે જ તેઓ આ યાદીમાં ટોચ પર પહોંચી ગયા છે. વાત કરીએ અંબાણી પરિવારની તો મુકેશ અંબાણી 10,14,700 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા સ્થાને છે અને તેમની સંપત્તિમાં 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે 3,14,000 કરોડ રૂપિયા સાથે શિવ નાદર ત્રીજા સ્થાને છે.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો