સ્પેશિયલ ફિચર્સ

આ લિફ્ટની સ્પીડ જોઈને તો તમે એમાં ચડતાં પણ ડરશો… જાણી લો ક્યાં આવેલી છે

હેડિંગ વાંચીને વિચારમાં પડી ગયા હશો ને કે લિફ્ટ તો લિફ્ટ હોય છે એમાં વળી સ્પીડ વગેરે શું છે હેં ને? આજે અમે અહીં તમને દુનિયાની એક એવી લિફ્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ લિફ્ટની સ્પીડ એટલી છે કે તમે એમાં ચઢતા પણ ડરશો. ચાલો જોઈએ કઈ છે આ લિફ્ટ અને કેટલી છે તેની સ્પીડ.

દુનિયાની સૌથી સ્પીડવાળી લિફ્ટ દુનિયાની સૌથી ઊંચી ઈમારતમાં બેસાડવામાં આવી છે જે દુબઈમાં આવેલી છે. જી હા, બરાબર ઓળખી લીધું તમે. અહીં વાત થઈ રહી છે બુર્જ ખલીફાની. બુર્જ ખલીફા દુનિયાની સૌથી ઉંચી ઈમારત છે. આ ઈમારતમાં 163 માળ આવેલા છે. આટલી ઊંચી ઈમારતમાં જવા માટે લિફ્ટ પણ એકદમ ફાસ્ટ હોવી જોઈએ ને?

આ પણ વાંચો: કોણ છે દુબઈની શાન સમાન બુર્જ ખલીફાનો અસલી માલિક, જાણો છો?

આ જ કારણે બુર્જ ખલીફામાં ફાસ્ટેસ્ટ લિફ્ટ બેસાડવામાં આવી છે. જ્યાં નોર્મલ લિફ્ટમાં એક મિનિટમાં 10થી 12 માળ ઉપર જઈ શકે છે ત્યાં બુર્જ ખલીફામાં બેસાડવામાં આવેલી લિફ્ટની વાત જ અલગ છે. તમારી જાણ માટે કે આ ઈમારતમાં એક-બે નહીં પણ 57 લિફ્ટ બેસાડવામાં આવી છે અને આ બધી લિફ્ટ એકદમ હાઈસ્પીડ લિફ્ટ છે.

Who owns Burj Khalifa

વાત કરીએ આ લિફ્ટની સ્પીડની તો આ સ્પીડ એક મિનિટમાં 124 માળ સુધી પહોંચી શકે છે. જો વાત કરીએ તો લિફ્ટની સ્પીડની તો બુર્જ ખલીફામાં બેસાડવામાં આવેલી આ લિફ્ટ એક મિનિટમાં 36 કિલોમીટરની સ્પીડ પર ચાલે છે.

આ પણ વાંચો: Burj Khalifaના પાયામાં છે એવી ખાસ વસ્તુ જેના પર ટકેલું છે આખું માળખુ…

ભાઈસાબ આ તો બુર્જ ખલીફા છે એની તે કંઈ વાત થાય. બુર્જ ખલીફાની વાત કરીએ તો બુર્જ ખલીફા એ દુબઈ જ નહીં પણ દુનિયાની સૌથી ઊંચી ઈમારતોમાંથી એક છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો આ સુંદર અને આર્કિટેક્ચરના ઉત્કૃષ્ટ નમુના સમાન આ ઈમારત જોવા માટે આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button