માર્ચમાં બની રહ્યો છે Budhaditya Rajyog, આ ત્રણ રાશિના અચ્છે દિન થશે શરૂ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ માર્ચ મહિનો ખૂબ જ મહત્ત્વનો સાબિત થઈ રહ્યો છે કારણ કે આ માર્ચ મહિનામાં જ સૂર્ય, બુધ, શુક્ર અને શનિ જેવા મહત્ત્વના ચાર ચાર ગ્રહ ગોચર કરવમાં જઈ રહ્યા છે અને આ ગોચરની વિવિધ રાશિઓ પર સારી-નરસી અસર જોવા મળશે. માર્ચ મહિનામાં પહેલાં જ અઠવાડિયામાં બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે, જેને કારણે ત્રણ રાશિના જાતકોના અચ્છે દિનની શરૂઆત થવા જઈ રહી છે. આવો જોઈએ ક્યારે સર્જાઈ રહ્યો છે બુધાદિત્ય યોગ, અને કઈ કઈ રાશિ માટે તે લાભદાયી સાબિત થવા જઈ રહ્યો છે.
સાતમી માર્ચના ગ્રહોના રાજકુમાર મીન રાશિમાં પ્રવેશી રહ્યો છે અને તેના સાત દિવસ બાદ એટલે કે 14મી ફેબ્રુઆરીના જ સૂર્ય પણ મીન રાશિમાં પ્રવેશી રહ્યો છે. આ બંને ગ્રહોની યુતિને કારણે બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહી છે. મીન રાશિમાં સૂર્ય અને બુધની આ યુતિ 25મી માર્ચ સુધી રહેશે. 14મી માર્ચથી 25મી માર્ચ સુધીનો સમયગાળો ત્રણ રાશિના લોકો માટે શુકનિયાળ સાબિત થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ…
વૃષભ રાશિના જાતકો માટે મીન રાશિમાં બની રહેલો બુધાદિત્ય રાજયોગને કારણે ફાયદો જ ફાયદો થઈ રહ્યો છે. કામના સ્થળે આ રાશિના લોકોને સફળતાથી સાથે સાથે પ્રગતિ પણ થઈ રહી છે. વેપાર કરી રહેલાં લોકોને પુષ્કળ ફાયદો થઈ રહ્યો છે અને આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી રહેશે. નોકરી કરી રહેલાં લોકોને સિનયર્સનો સાથે મળી રહ્યો છે. કામના વખાણ થશે.
બુધાદિત્ય રાજયોગને કારણે ધન રાશિના લોકોના જીવનની સમસ્યાઓનો પણ અંત આવી રહ્યો છે. પરિવાર સાથે સમય પસાર કરશો. સમાજમાં માન-સન્માન વૃદ્ધિ થશે. લાંબા સમયથી અટકી પડેલાં કામો પૂરા થશે અને એમાં સફળતા મળી રહી છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. કોઈ પણ પ્રકારની લાપરવાહી કરવાથી બચો.
મીન રાશિમાં જ બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે એટલે આ રાશિના લોકો માટે આ સમયગાળો લાભદાયી સાબિત થઈ રહ્યો છે. વેપાર કરી રહેલાં વેપારીઓને સારા સમાચાર મળી શકે છે. લાંબા સમયથી અટકી પડેલાં કામમાં સફળતા મળી રહી છે. પરીક્ષાની તૈયારીઓ કરી રહેલાં વિદ્યાર્થીઓને સફળતા મળશે. આર્થિક સમસ્યામાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.