Budh Uday: આ છ રાશિના જાતકો પર તૂટી પડશે મુસીબતના પહાડ, જોઈ લો તમારી રાશિ તો નથી ને? | મુંબઈ સમાચાર

Budh Uday: આ છ રાશિના જાતકો પર તૂટી પડશે મુસીબતના પહાડ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?

જ્યોતિષીઓ બુધને ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખાય છે અને બુધને બુદ્ધિ, વેપાર, સંચાર, શિક્ષા અને વાણીનો કારક માનવામાં આવ્યો છે. હાલમાં બુધ મીન રાશિમાં અસ્ત સ્થિતિમાં છે અને આજે સવારે 10.23 કલાકે મીન રાશિમાં બુધ ઉદય થઈ રહ્યો છે. બુધના ઉદયથી મેષથી લઈને મીન સુધીની તમામ રાશિના લોકોના જીવન પર શુભ-અશુભ અસર જોવા મળશે. એમાંથી છ રાશિઓ તો એવી છે કે જેમના બુધનો ઉદય ઉપાધિઓ લઈને આવી રહ્યો છે. આવો જોઈએ કઈ કઈ રાશિના જાતકોએ આ સમયે ખાસ સંભાળીને રહેવાની જરૂર છે…

મેષઃ

બુધનો ઉદય મેષ રાશિના જાતકો માટે મુશ્કેલી લઈને લઈને આવશે. આર્થિક સ્થિતિ ડામાડોળ રહેશે. આ રાશિના લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે. ખર્ચામાં વૃદ્ધિ થશે, કોઈ પાસેથી ઉધાર લેવાનો વારો આવશે. રોકાણ કરવાનું ટાળો, કારણ કે રોકાણ કરવાથી નુકસાન જ થવાનું છે.

મિથુનઃ

મિથુન રાશિના જાતકો માટે પણ બુધનો ઉદય નુકસાનનું કારણ બનશે. કરિયરમાં ચઢાવ-ઉતાર જોવા મળશે. આ સમયે કોઈ પણ મોટો નિર્ણય લેવાથી બચો અને એમાં પણ ખાસ કરીને આર્થિક બાબતોમાં ખાસ સાવધાની રાખો. તમારી જવાબદારીઓમાં વૃદ્ધિ થશે, પણ તમે એને સંભાળવામાં નિષ્ફળ રહેશો.

તુલાઃ

બુધનો ઉદય આ રાશિના જાતકોના ખર્ચમાં વૃદ્ધિ લાવનારો સાબિત થશે અને તમારે તમારા બજેટનું ખાસ ધ્યાન રાખવું પડશે, જેથી આર્થિક બાબતો પર તમારું નિયંત્રણ રહે. તાણ વધી શકે છે. કારણ વિના શોપિંગ કરવાનું ટાળો. મેડિટેશન કરો, જેનાથી તમને રાહત થાય.

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના લોકો માટે બુધનો ઉદય ખૂબ જ કષ્ટદાયી રહેશે. તમારા વિચારો અને વાણી બેકાબુ રહેશે, જેને કારણે તમને નુકસાન થઈ શકે છે. આ સિવાય તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. અચાનક કોઈ મોટી સમસ્યા આવી પડશે.

ધનઃ

બુધનો ઉદય થવો ધન રાશિના લોકો માટે મુશ્કેલી વધારનારું સાબિત થશે. નિયંત્રણ બહાર જઈ રહેલાં ખર્ચા તમને ખૂબ જ પરેશાન કરશે. આર્થિક સ્થિતિમાં ચઢાવ ઉતાર જોવા મળશે. તમારા માટે કેટલીક બાબતોને સંભાળવાનું થશે અઘરું.

કુંભઃ

બુધનો ઉદય કુંભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી નાખશે. બિનજરૂરી ખર્ચામાં થશે વૃદ્ધિ. બીમારી અને દવા પાછળ પાણીની જેમ ખર્ચાશે પૈસા. પૈસા બચાવીને ચાલશો તો તમારે માટે સારું રહેશે, નહીં તો આ સમય ખૂબ જ અઘરો રહેશે.

Back to top button