નેશનલસ્પેશિયલ ફિચર્સ

BSNLએ ગ્રાહકોને આપી મોટી રાહત, મોંઘા રિચાર્જથી મળશે છૂટકારો

Jio, Airtel અને Vodafone Ideaએ રિચાર્જ પ્લાન મોંઘા કરીને તેમના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે, ત્યારે સરકારી ટેલિકોમ એજન્સી BSNL એ તેના કરોડો વપરાશકર્તાઓ માટે સસ્તો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. Airtel, Jio અને Vodafone Ideaએ તેમના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે.

Jio, Airtel અને Vodafone Ideaના નવા દરો 3જી અને 4 જુલાઈથી લાગુ કરવામાં આવશે અને તેનાથી યુઝર્સના ખિસ્સા પર પણ બોજ વધશે. ખાનગી કંપનીઓએ રિચાર્જ પ્લાન લગભગ 26 ટકા મોંઘા કર્યા છે. દરમિયાન સરકારી ટેલિકોમ એજન્સી BSNLના નવા સસ્તા પ્લાનની ખૂબ ચર્ચા થઇ રહી છે.

ખાનગી ટેલિકોમ કંપનીઓના નિર્ણય બાદ હવે ગ્રાહકોએ રિચાર્જ પ્લાન પર 600 રૂપિયા સુધીનો વધુ ખર્ચ કરવો પડશે, ત્યારે BSNL તેના ગ્રાહકો માટે 249 રૂપિયાનો નવો પ્લાન લાવ્યું છે. BSNLએ તેના આ નવા પ્લાન વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માહિતી આપી છે. BSNLએ તેના યુઝર્સને 249 રૂપિયામાં 45 દિવસની લાંબી વેલિડિટી આપીને રાહત આપવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો : Airtel, Jio, Viની ચિંતા વધારી દીધી BSNLની આ એક હરકતે…

બીએસએનએલના ઇન્ટરનેટ ડેટાની વાત કરીએ તો યુઝર્સને કુલ 90GB ડેટા મળશે. આમ તે રોજનો ત્રણ જીબી ડેટા યુઝ કરી શકશે. ફ્રી કોલિંગ, 90GB ડેટાની સાથે તમને દરરોજ 100 ફ્રી SMS પણ મળશે.

Airtel પાસે હાલમાં 209 રૂપિયાનો પ્લાન છે. કંપનીએ હવે આ પ્લાનની કિંમત વધારીને 249 રૂપિયા કરી દીધી છે. આ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં દરરોજ માત્ર 1 જીબી ડેટા આપવામાં આવે છે. આ સિવાય તેમાં ફ્રી વોઈસ કોલિંગ આપવામાં આવ્યું છે.

હવે આપણે Jioની વાત કરીએ તો Jio તેના ગ્રાહકોને અગાઉ 239 રૂપિયાનો પ્લાન ઓફર કરતી હતી, પરંતુ 3 જુલાઈ પછી તેની કિંમત 299 રૂપિયા થઈ જશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. જેમાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવશે.
તમે Jio, Airtel અને Vodafone Ideaએ રિચાર્જ પ્લાનની અને સરકારી ટેલિકોમ એજન્સી BSNLના પ્લાન સાથે સરખામણી કરશો તો જાણવા મળશે કે BSNLના પ્લાનની કિંમત ઓછી છે અને તેમાં વેલિડિટી અને ડેટા બેનિફિટ્સ વધુ આપવામાં આવી રહ્યા છે. તેથી BSNLના પ્લાનમાં લોકોને વધારે ફાયદો થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button