દાંત સાફ કરતી વખતે તમે પણ કરો છો ભૂલ? આજે જ બંધ કરી દો, નહીંતર….
Oral Hygiene માટે આપણે દરરોજ સવારે અને રાતે સૂતા પહેલાં બ્રશ કરીએ છીએ. આને કારણે દાંતમાં અટકી પડેલાં ફૂડ પાર્ટિકલ્સ નીકળી જાય છે. પરંતુ આપણામાંથી ઘણા લોકો દાંત ઘસતી વખતે કેટલીક ભફૂલો કરી બેસે છે જેને કારણે ઓરલ હાઈજિનની સામે જોખમ ઊભું થાય છે અને અને દાંતમાં કેવિટી, દાંત પડવા જેવી સમસ્યાઓ જોવા મળે છે. દાંતમાં કેવિટી થાય એટલે પછી દાંત કાઢી નાખવા સિવાય કે રૂટ કેનાલ સિવાય કોઈ ખાસ વિકલ્પ નથી બચતો. વાત કરીએ રૂટ કેનલના ખર્ચની તો તેનો ખર્ચ સૌથી વધુ હોય છે અને આજે અમે તમને અહીં આવી જ કેટલીક એવી કેટલીક ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છે જેને કારણે તમે આ બંનેમાંથી બચી જશો…
દાંત ઘસવાનો સીધેસીધો સંબંધ આરોગ્ય સાથે અને દાંતમાં ફસાયેલા ખાવાના અવશેષો અને પ્લકનો થર હાથેથી ઘસીને સાફ થતાં નથી એટલે જ બ્રશ કરવું ખૂબ જ જરૂરી છે. ડોક્ટરોની સલાહ અનુસાર દરરોજ બેથી ત્રણ મિનીટ બ્રશ કરવું જોઈએ. પરંતુ આ બ્રશ કરતાં કરતાં જ તમે હજી એક ભૂલ કરો છો જેના વિશે આજે આપણે અહીં વાત કરવાના છીએ.
આપણામાંથી ઘણા લોકો બ્રશ ટૂથપેસ્ટ લગાવતા પહેલાં ટૂથબ્રશ ભીનો કરવાની આદત હોય છે અને તમે પણ જો આ જ રીતે બ્રશ કરતાં હોવ તો સાવધાન થઈ જાવ કારણ કે તમારી આ જ ભૂલને કારણે તમારી ઓરલ હેલ્થ જોખમમાં મૂકાય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ભીના બ્રશ પર ટુથપેસ્ટ લગાવવાને કારણે જલદી ફેસ બને છે અને ટૂથપેસ્ટ પણ જલદી બહાર આવી જાય છે.
બ્રથ ભીનો કર્યા વિના જ બ્રશ કરીએ તો બ્રશ પર લાગેલી ધૂળ કે ડસ્ટ કઈ રીતે સાફ કરી શકાય એવો સવાલ તમને થાય એ સ્વાભાવિક છે તો તમારી જાણ માટે કે ટુથ બ્રશ પર ધૂળ કે ડસ્ટ ના લાગે એટને એના પર કેપ લગાવીને રાખો.
આ સિવાય લોકોને એક સામાન્ય સવાલ હોય છે કે દિવસમાં કેટલી વખત બ્રશ કરવું હિતાવહ છે તો આ સવાલનો જવાબ છે આખા દિવસમાં બે વખત બ્રશ કરવું ઈનફ છે. બ્રશ કરતી વખતે તેને એ રીતે પકડો કે તેના બ્રિસ્ટલ્સ 45 ડિગ્રી એન્ગલ પર રહે એનું ધ્યાન રાખો.
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે બ્રશ કરવા માટે કયા પ્રકારના ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ તો ટુથપેસ્ટની પસંદગી કરતી વખતે હંમેશા સફેદ અને ફ્લોરાઈડયુક્ત પેસ્ટની પસંદગી કરો એટલે કેવિટી થવાની શક્યતા ખૂબ જ ઓછી રહે. છ વર્ષની નાના બાળકો માટે આ ફ્લોરાઈડયુક્ત ટુથપેસ્ટનો ઉપયોગ કરવાનું ટાળો. દાંતની સાથે સાથે જીભની સ્વચ્છતા પણ એટલી જ આવશ્યક છે એટલે ટુથબ્રશ પાછળ રહેલાં ખરબચડા ભાગથી કે પછી ટંગ ક્લિનરથી જીભ ચોક્કસ સાફ કરો…