વીવીઆઇપી જિલ્લાના આ ગામમાં આજે પણ પુલ નથી બન્યો, લોકો જીવ જોખમમાં લઇને અવર જવર કરે છે.

અમેઠી: વીવીઆઇપી જિલ્લાઓમાં જેની ગણતરી થાય છે. તે અમેઠી જિલ્લાના ઘણા ગામડાંઓ સુધી હજુ પણ વિકાસના નામે મીડું જ છે. આઝાદી મળ્યાના આટલા વર્ષ બાદ આજે પણ કલ્યાણપુર ગામમાં જવા માટે પુલ બનાવવામાં આવ્યો નથી. પુલનું નિર્માણ ન થવાના કારણે ગ્રામજનો જીવ જોખમમાં મુકીને લાકડાના પુલ પરથી ઉવર જવર કરવાની ફરજ પડે છે. વરસાદની મોસમમાં આ પુલ ગ્રામજનો માટે દુર્ઘટના માટેનું સ્થળ બની જાય છે. આ અંગે લોકોએ અનેક વખત જનપ્રતિનિધિઓ અને અધિકારીઓને ફરિયાદ કરી હતી પરંતુ હજુ પણ સમસ્યા યથાવત છે. અને જનપ્રતિનિધિ પુલ બનાવવાની બાબતમાં ઉપેક્ષા દાખવી રહ્યા છે.
ભટુઆ ડેવલપમેન્ટ બ્લોકના કલ્યાણપુર ગામમાં આઝાદી બાદ આજદિન સુધી કોઇ પણ વિકાસના કામો થયા નથી. વિભાગીય અધિકારીઓએ પણ સરકારી તિજોરીમાંથી બ્રિજ બનાવવા માટે કોઈ પ્રયાસ કરતા નથી. લોકોની ફરિયાદ પર ફરિયાદ આવતી રહે છે પરંતુ અધિકારીઓ આંખ આડા કાન કરે છે. અને તેમના કારણે લોકો રોજ પોતાનો જીવ જોખમમાં મૂકે છે.
આ પુલ પરથી પસાર થતા ગામના લોકો તો પોતાનો જીવ જોખમમાં મૂકે છે. પરંતુ બાળકોને પણ શાળાએ જવા માટે પુલ પરથી પસાર થવું પડે છે. અને બાળકોએ પણ એટલી જ હાલાકી ભોગવવી પડે છે તેમ છતાં અધિકારીઓ તરફથી પુલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી નથી. આ ઉપરાત પુલ ના બનવાના કારણે વરસાદની ઋતુમાં જ્યારે પૂર આવે છે ત્યારે ઘણા ઘરોમાં પાણી ભરાઇ જાય છે. લોકો રાશન લેવા પણ જઈ શકતા નથી.
વહીવટીતંત્ર સાથે ગ્રામજનો અને પુલની સમસ્યા વિશે વાત કરવામાં આવી ત્યારે નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રીતિ તિવારીએ કંઇ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો.