સવારના નાસ્તાના છે અઢળક ફાયદા! નહિ કરનારા લોકો માટે ચેતવણી…

આજની ભાગદોડ ભરેલી લાઈફસ્ટાઈલમાં લોકો ઘણીવાર નાસ્તો છોડી દે છે અથવા ઉતાવળમાં કંઈપણ ખાય છે. પરંતુ તાજેતરના અભ્યાસમાં આ આદતને ગંભીર ચેતવણી તરીકે રજૂ કરવામાં આવી છે. નિષ્ણાતો કહે છે કે જો આપણે સવારનો નાસ્તો યોગ્ય સમયે અને યોગ્ય રીતે ન કરીએ તો તેની આપણા માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, તેનાથી ડિમેન્શિયા જેવી ખતરનાક બીમારીઓ પણ થઈ શકે છે.
શું થશે ફાયદો?
સંશોધન મુજબ, જો તમે સવારે નાસ્તો કરો છો, તો તમારી શારીરિક અને માનસિક સ્થિતિ દિવસભર સારી રહે છે. યોગ્ય પોષણ મગજના સ્વાસ્થ્યને સુધારે છે અને માનસિક ક્ષમતા જાળવવામાં મદદ કરે છે. ખાસ કરીને વૃદ્ધ લોકોએ તેમના નાસ્તામાં પ્રોટીન, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ, જેથી માનસિક સ્વાસ્થ્ય જાળવી શકાય.
આ પણ વાંચો : વિશેષઃ ચિકનગુનિયાથી સાવધાન…! આ વિગતો જાણવી જરૂરી
ડિમેન્શિયા જેવી સમસ્યાઓથી બચશો
તેથી જો તમે તમારા મગજને તેજ રાખવા માંગતા હોવ અને ભવિષ્યમાં ડિમેન્શિયા જેવી સમસ્યાઓથી બચવા માંગતા હો, તો નાસ્તો ક્યારેય છોડશો નહીં. તે માત્ર તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે જ સારું નથી, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે.
શું થાય છે નુકસાન?
તાજેતરના સંશોધન અહેવાલો અનુસાર, જે લોકો નિયમિતપણે નાસ્તો નથી કરતા, તેમના મગજની કામગીરી પર વિપરીત અસર પડે છે. જ્યારે સવારે શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી, ત્યારે તે મગજના કોષોની કામગીરીમાં દખલ ઊભી થઈ શકે છે, જેનાથી માનસિક સ્થિતિ નબળી પડી શકે છે.