બ્રહ્માનંદ સ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા-૧
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

સંપ્રદાયના સાહિત્ય અન્ો સિદ્ધાંત આલેખન ક્ષેત્રે સ્વામિનારાયણ સંપ્રદાયના નવસ્થાપન થકી અધ્યાત્મવિદ્યા સંદર્ભે ઉન્નયન અન્ો સાંસ્કૃતિક ક્રિયાન્વયન બાબત્ો નવોત્થાનના યુગપ્રવર્તક ભગવાન સ્વામિનારાયણના પટ્ટશિષ્ય બ્રહ્માનંદ સ્વામીએ એમના જીવનકાર્યો અન્ો સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યશૃંખલાથી યુગમૂર્તિ સંતકવિ તથા સદ્ગુરુ તરીકેનું સ્થાન અન્ો માન પ્રાપ્ત કર્યું. મારીદૃષ્ટિએ એમનું વૈકલ્પિક કાવ્યશાસ્ત્રમૂલક વિદ્યાભ્યાસ, કળાભિમુખ જ્ઞાન-કૌશલ્યવિદ્યા, શાસ્ત્રીય સંગીત ગાયન-વાદનની વિદ્યા, અશ્ર્વવિદ્યાશાસ્ત્ર, શિલ્પસ્થાપત્ય વિદ્યામાં પારંગતપણું તથા સાહિત્યના વિવિધ પ્રકાર અન્ો સ્વરૂપોની સાહિત્ય કૃતિઓનું સર્જન, વિવિધ ભાષાઓનું જ્ઞાન ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના તાત્ત્વિક સિદ્ધાન્તો અન્ો સાધનાધારાના પાયાના ગ્રંથોનું આલેખન એમન્ો વિવિધ વિદ્યાપારંગત પંડિતના પદે સ્થાપનાર પરિબળ છે. એમના અધ્યાપક જીવન, સાંપ્રદાયિક કાર્યો અન્ો સાહિત્યિક પ્રદાન એમ ત્રિવિધ પ્રકારની વિગતોથી અભ્યાસીઓન્ો – જિજ્ઞાસુઓન્ો અવગત કરાવવાનો ઉપક્રમ આ સ્વાધ્યાય લેખમાં જાળવ્યો છે. એ નિમિત્તે ભારતીય વિદ્યાના સાંસ્કૃતિક ક્ષેત્રની એમની શકવર્તી કોટીની સંપદાની ઓળખ પ્રાપ્ત થશે.
॥ ૧ ॥
કવિશ્રી બ્રહ્માનંદનું પ્ાૂર્વાશ્રમનું નામ લાડુદાન હતું. જન્મવર્ષ વિ.સં. ૧૮૮૨ મહા સુદ પાંચમ (વસંત પંચમી) એ મુજબ એમની જન્મતારીખ ૮-૨-૧૭૭૨ ગણાય છે. ત્ોઓ જ્ઞાતિએ ચારણ હતા અન્ો પિતાનું નામ શંભુદાન તથા માતાનું નામ લાલુબા હતું. વતન : રાજસ્થાનમાં આબુ નજીકનું ખાણ ગામ. બાલ્યાવસ્થા દરમ્યાન વિધિસરનું ભાષાકીય શિક્ષણ ત્ોમણે લીધું હોય એવા કોઈ ઉલ્લેખો નથી, પણ પરંપરાગત કાવ્યરચના અન્ો પ્રસ્તુતિકરણનું ભારે કૌશલ્ય ત્ોમને સહજ રીત્ો વારસાગત રૂપ્ો મળેલું. જન્મ પછી માતા લાલુબાઈ સાથે પુત્ર લાડુદાનન્ો મોસાળમાં જોધપુરના કડાણા પાસ્ોના ભાફળી ગામે મામાશ્રી અમરદાન સાથે રહેવાનું થયું. ત્યાં અન્ો પછીથી દેવઘરના પુજારી શ્રીશિવશંકર ઉપાધ્યાય પાસ્ો મૌખિક શ્રૃત પરંપરામૂલક વિદ્યાભ્યાસથી જ્ઞાન પ્રાપ્ત કરેલું. આવા ખમીર, ખુમારી અન્ો ખંતથી કાવ્યપાઠ-કાવ્યસર્જન કરનાર તરીકે લાડુદાન્ો બાલ્યાવસ્થામાં જ કીર્તિ મેળવી લીધેલી. ખાણગામ શિરોહી મહારાવ તરફથી શંભુદાનજીના વડીલોન્ો મળેલું હોવાથી શંભુદાનજી શિરોહીના રાજકવિ હતા. લગ્નપ્રસંગ્ો પિતાશ્રી સાથે લાડુદાન પણ શિરોહી ગયેલા. ત્યાં દુહા-છંદની પ્રસ્તુતિથી મહારાવશ્રી ખૂબ પ્રસન્ન અન્ો પ્રભાવિત થયા. આ કારણે શિરોહીના રાજવીએ ખાસ આર્થિક સુવિધા કરી આપીન્ો ભુજની ‘રાઓ લખપત વ્રજભાષા – કાવ્યશાળા’માં કવિશિક્ષણ મેળવવા ભલામણપત્ર લખી આપીન્ો મોકલેલા.
લાડુદાનજીએ ભુજની એ કાવ્યાશાળામાં સૌથી વધુ સમય સુધી રહીન્ો મેળવેલું. છંદ-અલંકારનું, અન્ો પિંગળશાસ્ત્રનું એમ માત્ર કાવ્યશિક્ષણ જ નહીં, પરંતુ ‘વિદુરનીતિ, ‘ચાણક્ય નીતિ’, ‘અંગદ નીતિનો અભ્યાસ’ પણ કરેલો. અષ્ટાવધાન, ષોડ્ષાવધાન અન્ો ચોસઠવિદ્યા આદિના રચના કૌશલ્ય પણ પ્રાપ્ત કરેલ. ‘ગજવિદ્યા’, ‘અશ્ર્વવિદ્યા’ અન્ો ‘સામુદ્રિક’ શાસ્ત્રોનો અભ્યાસ પણ કરેલો. ઉપરાંત સિતાર, મૃદંગ અન્ો નરઘાના વાદનમાં પણ પ્રવીણતા પ્રાપ્ત કરેલી. પછી અહીં કાવ્યશાળામાં કાવ્યપાઠનું અધ્યાપનકાર્ય પણ કરાવેલું. ત્યાર બાદ ભુજના મહારાવશ્રી સાથે વિદ્યાગુરુએ મેળાપ કરાવીન્ો કવિ-કૌશલ્યનો પરિચય કરાવ્યો.
મહારાવશ્રી સમક્ષ પોતાની કવિત્વ શક્તિનું પ્રસ્તુતિકરણ કર્યુ. મહારાવશ્રીએ વિપુલ દાન-દક્ષિણા અન્ો ભલામણ પત્ર લખી આપીન્ો વિદાય કર્યા. વચ્ચે ધમડકા રાજ્ય આવ્યું. ભુજ મહારાવશ્રીના કુટુંબીજનનું અહીંયાં રાજ્ય શાસન હતું. મહારાવશ્રીના ભલામણ પત્રન્ો કારણે ધમડકા રાજવી લાધાજીએ કવિશ્રી લાડુદાનજીન્ો દરબારગઢમાં જ ઉતારો અપાયો. અહીંના પંડિતજી વિપ્રવર્ય વિજયકુશળજી ભટ્ટાચાર્ય પાસ્ોથી વિશેષ પ્રકારનું સંગીતવાદન, ગાયન, વ્યાકરણ અન્ો અન્ય ચોસઠ કળાઓથી, કાવ્ય સમસ્યા, રત્નપરીક્ષા, શુકનાવળિ, તર્કવાદ, શુકનીતિ આદિ વિવિધ વિદ્યાશાખાથી દિક્ષિત થયા. અહીં દોઢવર્ષ સુધી નિવાસ કર્યો. કુંવર રાયધણજી સાથે વિશેષ પ્રેમભાવ થયો. એમની સાથેના સહવાસથી સત્સંગ પણ ખૂબ થયો. અહીં આ સમય દરમ્યાન ઉદ્ધવ અવતારી રામાનંદસ્વામી પધાર્યા. લાધાજી ઠાકોરે દરબારગઢમાં જ એમનો પણ ઉતારો કરાવ્યો. રામાનંદસ્વામીએ લાડુદાનજીન્ો પોતાની દિવ્ય શક્તિથી ઓળખીન્ો કહૃાું કે પિતા શંભુદાન મારા શિષ્ય છે. તમારી ગર્ભાવસ્થાથી તમન્ો જાણું છું. તમે પ્રગટ ભગવાન સાથે આજીવન રહેશો. એવું ભવિષ્યકથન કરીન્ો આશીર્વાદ આપ્ોલા. પછી વિદાય લઈન્ો લાડુદાનજી ધ્રાંગધ્રા રાજ્યમાં છ મહિના સુધી રહૃાાં. ત્યાંથી પછી માળિયા, મોરબી, જૂનાગઢ, જામનગર અન્ો સોમનાથ એમ અન્ોક રજવાડામાં કાવ્યકળાનો પરિચય કરાવ્યો. અન્ોક રાજવીઓએ રાજકવિ બનવા પ્રલોભન આપ્ોલું, પણ લાડુદાન તો મસ્ત અલગારી કવિ. હકીકત એમ હતી કે ભાવનગર રાજવી વજેસિંહજીએ કવિરાજ લાડુદાનજી માટે સુવર્ણાલંકારો ઘડવા માટે ભારે કુશળ અન્ો પ્રખ્યાત રાજુલાવાળા ઝવેરી સોનીન્ો બોલાવ્યા. સોનીએ ગળા બાજુબંધનું માપ લીધું. સોનીના કપાળમાંનું ઊર્ધ્વપુંડ તિલક અન્ો વચ્ચે કુમકુમનો ચાંદલો જોઈન્ો કવિશ્રી લાડુદાન્ો ‘કયા સંપ્રદાયનું તિલક ધારણ કર્યું છે મહાજન?’ એવો પ્રશ્ર્ન કર્યો પ્રત્યુત્તર રૂપ્ો સોની મહાજન્ો નમ્રતાથી કહૃાું ‘ભગવાન સ્વામિનારાયણનું?’ ત્ોઓ ગઢપુરમાં સાક્ષાત્ બિરાજમાન છે. ભાવનગર રાજ્ય પણ ત્ોન્ો વંદે છે. વજેસિંહજી મહારાજ કહે આપ જેવા મહાન કવિ અન્ો વિદ્વાન થઈન્ો ખાતરી કરી આવો તમન્ો પાખંડ જણાય અન્ો અવતારી ધર્મપુરુષ ન લાગ્ો તો રાજ્યાશ્રય બંધ કરાવું. રાજવી મહારાજશ્રીનું વચન સાંભળીન્ો કવિરાજ લાડુદાન્ો મહારાજાની અશ્ર્વ શાળામાંથી પાણીદાર અશ્ર્વ પલાણીન્ો પિતાશ્રીનો સંદેશ લાવેલા મામાન્ો સાથે લઈન્ો ગઢપુર ભણી પ્રયાણ કર્યું.
લાડુદાનજી ગઢપુર પહોંચ્યા અન્ો ભગવાનશ્રી સહજાનંદ સ્વામીન્ો મળવા પહોંચે એ પ્ાૂર્વે મનથી જે ચાર સંકલ્પો-મનોરથો ધારેલા ત્ો આ મુજબ હતા :
૧. જો એ ભગવાન હોય તો અંતર્યામી બનીન્ો આરંભથી અદ્યપિની મારી હકીકતો કહી સંભળાવે.
૨. સામુદ્રીક શાસ્ત્ર મુજબ ભગવાનના ચરણાર્વિન્દોમાંના સોળ ચિન્હોનું મન્ો વગર પ્ાૂછયે દર્શન કરાવે.
૩. આ દિવસોમાં ગામડા-ગામમાં ગુલાબ ખીલેલા ન હોય, તો પણ પોત્ો તાજા ગુલાબનો હાર પહેર્યો હોય એ મારું નામ-સંબોધન કરીન્ો મારાં સ્વાગત રૂપ્ો મન્ો સ્વહસ્ત્ો પહેરાવે.
૪. મારા પ્રવેશ સમયે ત્ોઓ પ્ાૂર્વાભિમુખે બિરાજમાન થઈન્ો કાળી ધાબળીમાંના ‘શ્રીમદ્ભગવત ગ્રંથનું રસપાન કરાવતા હોય.’